કોરોના મહામારીના કારણે આજે વિશ્વના તમામ દેશો પોતપોતાના દેશ માટે કોરોનાને લગતા નિયમ બનાવી રહ્યા છે. નિયમ તોડનારા વિરુદ્ધ દરેક સરકાર કાયદાકીય કાર્યવાહી પણ કરી રહી છે. સરમુખત્યાર કિમ જોંગના દેશ ઉત્તર કોરિયામાં કોરોના સંબંધિત માર્ગદર્શિકાને તોડનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આવા લોકોને ખાસ ફોજદારી અને અટકાયત શિબિરમાં મોકલવામાં આવશે. રિપોર્ટ અનુસાર ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉને આ ઉચ્ચ સુરક્ષા શિબિરો ખોલવાની મંજૂરી આપી છે. તમને જણાવી દઈએ કે અટકાયત શિબિર શરૂ થયા બાદથી અહીં ઘણાં લોકોને લાવવામાં આવી રહ્યા છે અને આ લોકો સાથે પણ અન્યાયિક વર્તન કરવામાં આવી રહ્યું છે.
હકીકતમાં, ઉત્તર કોરિયા વર્કર્સ પાર્ટીએ નવી નીતિ ઘડી છે, જેમાં નિયમોનો ભંગ કરનારાઓને વિશેષ ગુનેગારો કહેવામાં આવશે. ઉપરાંત, તેઓ રાજકીય અપરાધ માટે પણ દોષી માનવામાં આવશે. આ ‘સ્પેશિયલ ક્રિમિનલ્સ’ માટે હ્વાચનમાં એક રાજકીય કેમ્પ ગોઠવવામાં આવ્યો છે. જો કે, ઉત્તર કોરિયાએ સતત દાવો કર્યો છે કે દેશમાં કોરોનાના એકપણ કેસ નથી.
ઉત્તર કોરિયાના સામાજિક સુરક્ષા મંત્રાલયે આ શિબિર બનાવ્યો છે, જેને કેમ્પ 17 કહેવામાં આવે છે. સન ન્યૂઝના રિપોર્ટ અનુસાર, આ કેમ્પનું સ્થાન કોલસાની ખાણ નજીક આવેલું છે. આ સિવાય કેટલાક વધુ કેમ્પ બનાવવામાં આવ્યા છે.
કેમ્પમાં શું સજા કરવામાં આવે છે?
અહેવાલો અનુસાર આ કેમ્પમાં લોકો પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા છે અને ખૂબ જ ત્રાસ આપવામાં આવી રહ્યા છે. જો કોઈ વ્યક્તિ દોડતી વખતે બેભાન થઈ જાય, તો વ્યક્તિએ બેભાન સમયે જેટલો સમય જમીન પર હોય તેનાથી દસ ગણો સમય દોડવું પડે છે. ડિસેમ્બરમાં તે જ દિવસે, 53 લોકોને આ શિબિરમાં લાવવામાં આવ્યા હતા, જેમાંથી બીજા દિવસે 6 લોકોના મોત થયા હતા.
નોંધનીય છે કે અગાઉ એવું પણ જાણવા મળ્યું હતું કે ઉત્તર કોરીયાના તાનાશાહ કિમ જોંગે કોરોનાના નિયમો તોડનાર વ્યક્તિ સામે જાહેરમાં ગોળી મારી દીધી હતી, જેથી લોકો ઉત્તર કોરિયાના કડક કોરોના નિયમોથી ડરતા હતા.