social media

ગુગલ ડ્રાઇવમા આ વસ્તુઓ સેવ કરશો તો થશે કડક કાર્યવાહી. કંપનીએ આપી કડક ચેતવણી.

ટેક્નોલૉજી

ગૂગલ ડ્રાઇવનો ઉપયોગ કરતી વખતે યુઝરે હવેથી ખૂબ કાળજી લેવી પડશે. જો તેઓ તેમ ન કરે તો તેમને કંપની તરફથી કડક કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. આ કિસ્સામાં, ગૂગલ દ્વારા માહિતી પ્રદાન કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ગૂગલ ડ્રાઇવમાં, યુઝર તેમની ઘણી વ્યક્તિગત માહિતી સ્ટોર કરે છે. પરંતુ આ કરતા પહેલા, જાણો ગૂગલ ડ્રાઇવ પર કઇ વસ્તુઓ સ્ટોર કરવી જોઈએ નહીં, જે કંપનીના નિયમોની વિરુદ્ધ છે. કંપનીએ આ કિસ્સામાં માંલવેર, કોપિરાઇટ અને અશ્લીલ સામગ્રીના વિતરણ પર પ્રતિબંધ મૂકવાની તેની નીતિને સ્પષ્ટ કરી છે.

શું વસ્તુઓ સ્ટોર નથી
ગેરકાયદેસર સોફ્ટવેર લાઇસન્સ, મૂવીઝ, રમતો અને અશ્લીલ સામગ્રીના ફેલાવા અંગે ચિંતિત ગૂગલે બુધવારે કહ્યું હતું કે તે તેને ખૂબ ગંભીરતાથી લઈ રહ્યું છે. કંપનીએ ચેતવણી આપી છે કે જો તેની નીતિઓ વિરુદ્ધ કોઈ સામગ્રી મળી આવે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. આઈએએનએસએ પહેલેથી જ માહિતી આપી હતી કે લોકો દ્વારા ઇન્ટરનેટ પર ગેરકાયદેસર સોફ્ટવેર લાઇસન્સ, મૂવીઝ, ગેમ્સ અને અશ્લીલ સામગ્રી રાખવામાં આવી છે અને શેર કરવામાં આવી રહી છે. આ પ્રકારની સામગ્રીને ગુગલ સર્ચ પર પણ મૂકવામાં આવી છે અને ગૂગલ ડ્રાઇવનો ઉપયોગ કરનારા કેટલાક લોકોએ તેમના અંગત ખાતામાં આવી સામગ્રી સાથે જોડાયેલી લિંકને સાર્વજનિક કરી દીધી છે.

અશ્લીલ વીડિયો ગૂગલ ડ્રાઇવ પર સ્ટોર કરવામાં આવી રહ્યા છે
ગુગલના પ્રવક્તાએ આઈએએનએસને કહ્યું, “ડ્રાઇવની સ્પષ્ટ નીતિ એ છે કે માલવેર, કોપિરાઇટ અને અશ્લીલ સામગ્રીવાળી સામગ્રીના વિતરણ પર પ્રતિબંધ મૂકવામાં આવે.” પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, ‘અમે આ મુદ્દાઓને ખૂબ ગંભીરતાથી લઈ રહ્યા છીએ. જ્યારે સામગ્રી અમારી ગેરવર્તન કાર્યક્રમની નીતિઓ વિરુદ્ધ હશે ત્યારે અમે યોગ્ય પગલા લઈશું. ‘સાયબર સિક્યુરિટી પર સંશોધન કરનારા રાજશેખર રાઝારિયાએ કહ્યું કે ગૂગલ ડ્રાઇવ દ્વારા આવી હજારો વસ્તુઓ ઝિપ કમ્પ્રેસ્ડ ફાઇલમાં ચલણમાં છે. તેમણે કહ્યું કે પોર્ન વીડિયો સિવાય 25 થી 30 હજાર લિંક્સ પણ ગેરકાયદેસર રીતે શેર કરવામાં આવી રહી છે, જે માંલવેર, સોફ્ટવેર, મૂવીઝ, ગેમ્સ અને અન્ય રીતે સંબંધિત છે.

વધું વાંચો…