છેલ્લા ઘણા સમયથી ટી-સ્ટોલ પર ચા અને કોફી ડિસ્પોજેબલ પેપર કપમાં આપવામાં આવી રહ્યા છે. જો કે રિપોર્ટ અનુસાર આવા કપમાં ચા અને કોફી સહિતના ગરમ પીણાં પીવા એ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનું જાણવા મળ્યું છે.
કેવી રીતે બને છે આ કપ?
આઈઆઈટીના એક સર્વે અનુસાર આ કપમાથી માઇક્રો પ્લાસ્ટિક સહિતના નુક્સાનકારક તત્વો નીકળે છે. ગરમ પીણાં માટે વપરાતા આ કપ હાયડ્રોફોબિક ફિલ્મમાંથી બનાવવામાં આવે છે અને આ પ્લાસ્ટિક પોલીથીલેંનથી બને છે.ઘણી વાર પ્રવાહી પદાર્થને પેપર કપમાં રોકવા માટે કો-પોલીમર્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
શા માટે પેપર કપમાં ગરમ પીણાં ના પીવા જોઈએ?
રિપોર્ટ અનુસાર પેપર કપમાં 15 મિનિટ સુધી ગરમ પાણી રાખવાથી કપનું માઇક્રો પ્લાસ્ટિકનું પાતળું પડ ઓગળી જાય છે. એક પેપર કપમાં 85 થી 90 ડિગ્રી તાપમાન ધરાવતા 100 મિલીમીટર ગરમ પીણાને જો 15 મિનીટ સુધી રાખવામા આવે તો 25 હજાર જેટલા માઇક્રો પ્લાસ્ટિક કણ પેપરમાંથી નીકળે છે.
આનો અર્થ એવો થયો કે કોઈ વ્યક્તિ દિવસમાં 4 વાર પેપર કપમાં ગરમ પીણાં પીવે છે તો તે પોતાના શરીરની અંદર અંદાજે 1 લાખ જેટલા માઇક્રો પ્લાસ્ટિકના કણ પહોચાડે છે, જે કણ વ્યક્તિની આખને પણ નુકસાન કરી શકે છે.
શું પ્રયોગ કરવામાં આવ્યો હતો?
સંશોધકોએ 85 થી 90 સેલ્સિયસ તાપમાનવાળું ગરમ પાણી એક પેપર કપમાં 15 મિનિટ સુધી રાખ્યું હતું. ત્યાર પછી પાણીની તપાસ કરતાં પાણીમાં માઇક્રો કણ જોવા મળ્યા હતા.