ચાર ટેસ્ટ મેચની આગામી શ્રેણી માટે ઓસ્ટ્રેલિયામાં હાજર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજના પિતાનું નિધન થયું છે. ક્રિકેટર તરીકે સિરાજની સફળતામાં તેના પિતાની મુખ્ય ભૂમિકા હતી.
આગામી ચાર ટેસ્ટ શ્રેણીની ઓસ્ટ્રેલિયામાં હાજર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજના પિતા મોહમ્મદ ગૌસનું નિધન થયું છે. ગૌસ 53 વર્ષના હતા અને ફેફસાના રોગથી પીડિત હતા.
ક્રિકેટર તરીકે સિરાજની સફળતામાં તેના પિતાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી અને મર્યાદિત સાધનો હોવા છતાં પણ તેમણે પુત્રની મહત્વાકાંક્ષાઓને સારો એવો ટેકો આપ્યો હતો.
સિરાજની ઈન્ડિયન પ્રીમિયર લીગની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) એ ટ્વીટ કર્યું છે કે, અમે મોહમ્મદ સિરાજ અને તેમના પિતાને ગુમાવનારા તેના પરિવાર માટે અમે પ્રાર્થના અને શોક વ્યક્ત કરીએ છીએ. આ મુશ્કેલ સમયમાં સંપૂર્ણ આરસીબી પરિવાર તમારી સાથે છે. મિયાં, મજબૂત રહે. ‘
જાણવા મળ્યું છે કે સિરાજ કોરોનાને લગતા નિયમોના કારણે અંતિમ સંસ્કારો માટે હૈદરાબાદ પાછા નહીં આવે. 13 નવેમ્બરના રોજ ઓસ્ટ્રેલિયા પહોંચ્યા પછી, ભારતીય ટીમને 14 દિવસ માટે ક્વોરંટાઈ કરાઇ છે.