Gas Cylinder

જાણવા જેવું: ગેસ સિલિન્ડર અકસ્માતને કારણે મળી શકે છે આટલું વીમા કવચ!

જાણવા જેવુ

આપણા દેશમાં, ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરનો ઉપયોગ ફક્ત શહેરોમાં જ નહીં, ગામડાઓમાં પણ કરવામાં આવી રહ્યો છે. પરંતુ મોટાભાગના લોકો તેના પર ઉપલબ્ધ વીમા વિશે જાણતા નથી. ગેસ કંપનીઓની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, આ વીમા કવર હેઠળ, સિલિન્ડરને કારણે થતા કોઈપણ પ્રકારના અકસ્માતમાં કોઈ જાન-માલનું નુકસાન થાય તો 50 લાખ રૂપિયા સુધીના વીમાનો દાવો કરી શકાય છે.

50 લાખ સુધીનું વીમા કવર મેળવો
અકસ્માત થાય તો 40 લાખનું વીમા કવર હોય છે, જ્યારે સિલિન્ડર ફાટવાના કારણે મૃત્યુ થતાં 50 લાખ રૂપિયા સુધીનો દાવો કરી શકાય છે. અકસ્માતનો ભોગ બનેલા દરેક વ્યક્તિને વધુમાં વધુ 10 લાખ રૂપિયા વળતર આપવામાં આવી શકે છે. વ્યક્તિના મૃત્યુ પર મહત્તમ 6 લાખ રૂપિયા (વ્યક્તિ દીઠ) વળતર છે. જો મિલકતને નુકસાન થાય તો 2 લાખ રૂપિયા સુધીના વીમા નુકસાનનો દાવો કરી શકાય છે.

જ્યારે તમે સિલિન્ડર ખરીદો ત્યારે જ વીમો કરવામાં આવે છે.
જ્યારે તમે સિલિન્ડરની ખરીદી કરો છો એ જ સમયે એનો વિમો થઈ જાય છે, જે સિલિન્ડરની સમાપ્તિ સાથે જોડાયેલ હોય છે. ઘણીવાર લોકો તેની સમાપ્તિ તારીખ તપાસ્યા વિના સિલિન્ડર ખરીદે છે. આવી સ્થિતિમાં તમે વીમા માટે દાવો કરવાના હકદાર નથી.

સિલિન્ડરની સમાપ્તિ તારીખ ધ્યાનમાં રાખો.
દરેક ગેસ સિલિન્ડર પર જ્યાં રેગુલેટર હોય છે ત્યાં D-20 એવું કંઈક લખાયેલું હોય છે. આ ગેસ સિલિન્ડરની સમાપ્તિ તારીખ હોય છે. અહીં D -20 નો અર્થ એવો છે કે ગેસ સિલિન્ડરની સમાપ્તિ તારીખ ડિસેમ્બર 2020 છે. આ પછી ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરવો જોખમી બની શકે છે.

ગેસ કંપની દરેક અક્ષરોને 3 મહિનામાં વિતરણ કરી દે છે.
અહીં એનો અર્થ છે કે A એટલે જાન્યુઆરીથી માર્ચ અને B એટલે એપ્રિલથી જૂન. એ જ રીતે, C એટલે જુલાઈથી સપ્ટેમ્બર અને D એટલે ઓક્ટોબરથી ડિસેમ્બર. જો તમે સમાપ્તિ તારીખ પછી ગેસ સિલિન્ડર ખરીદતા હોય, તો તમે વીમાના દાવા માટે હકદાર નથી.

વીમા કવર લેવો પણ જરૂરી છે.
આ સુવિધા મેળવવા માટે જરૂરી શરત એ છે કે વળતરની રકમ તમને ફક્ત ત્યારે જ આપવામાં આવશે જો કોઈ રજિસ્ટર્ડ રહેઠાણ પર અકસ્માત થયો હોય. નિવાસ સ્થાનનું સરનામું નોંધણી કરાવવું જરૂરી છે.

વીમા કવરની રકમ મેળવવા માટેની પ્રક્રિયા આવી રીતે કરવાની રહેશે.

  1. સૌ પ્રથમ, સ્થાનિક પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવો.
  2. FIRની એક નકલ તમારા ગેસ ડિસ્ટ્રિબ્યુટરને આપી દો.
  3. તમારા ડિસ્ટ્રિબ્યુટર એફઆઈઆર ઓઇલ કંપનીને મોકલશે.
  4. હવે વીમા કંપનીની એક ટીમ તપાસ માટે ઘટના સ્થળે આવશે.
  5. ટીમ તપાસ હાથ ધરીને અને સિલિન્ડરથી થયેલા નુકસાનની શોધ કરીને દાવાની રકમ નક્કી કરશે.
  6. ઓઈલ કંપની દાવાની રકમ તેના ડિસ્ટ્રિબ્યુટરને મોકલશે, જે પછી ગ્રાહક અથવા તેના પરિવારના સભ્યોને આપવામાં આવશે.
વધુ વાંચો…