એર ઈન્ડિયાના પાયલોટ કેપ્ટન ઝોયા અગ્રવાલને યુનાઈટેડ નેશન્સમાં મહિલા પ્રવક્તા તરીકે નિયુક્ત કરવા માટે ભારત માટે સન્માનની વાત છે. કેપ્ટન ઝોયાને જનરેશન ઇક્વાલિટી હેઠળ આ જવાબદારી આપવામાં આવી છે.
ANI સાથે વાત કરતા કેપ્ટન ઝોયાએ કહ્યું કે, ‘હું ખૂબ જ નમ્રતાથી કહેવા માંગુ છું કે મને યુએન મહિલા જેવા પ્લેટફોર્મ પર મારા દેશ અને એર ઇન્ડિયાના ધ્વજવાહકનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી, જે મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. વિશ્વભરમાં મારા દેશનું નામ રોશન કરવા બદલ હું ખૂબ સન્માનિત અનુભવું છું.
I am so humbled and privileged that I have represented our country & flag carrier Air India on a platform like UN Women. I'm so honoured to carry our flag all across the world: Air India pilot Captain Zoya Agarwal on becoming UN Women's spokesperson for Generation Equality pic.twitter.com/6RtsKK4ODG
— ANI (@ANI) August 12, 2021
કેપ્ટન ઝોયાના જણાવ્યા મુજબ, તેણી 8 વર્ષની હતી જ્યારે તેણે આકાશમાં ઉડવાનું સપનું જોયું હતું. આસપાસના વાતાવરણની ચિંતા કર્યા વગર તે આગળ વધી અને પોતાનું સપનું પૂરું કર્યું. કેપ્ટન ઝોયા દરેક છોકરી અને સ્ત્રીને અપીલ કરે છે કે તેઓએ પણ પોતાની આસપાસના વાતાવરણની પરવા ન કરવી જોઈએ. દરેક છોકરીએ માત્ર સપના જ નહિ પરંતુ તેને પૂરા કરવા માટે સખત પ્રયત્ન કરવો જોઈએ.
My dream started when I was 8 years old. I wanted to touch the stars. I want to tell every girl child and woman to continue dreaming irrespective of the environment. Please dream and give all your hard work and dedication. Do not give up: Captain Zoya Agarwal
— ANI (@ANI) August 12, 2021
કેપ્ટન ઝોયા અગ્રવાલ તે લોકો માટે એક મોટો જવાબ છે જે હજુ પણ છોકરાઓ અને છોકરીઓ વચ્ચે તફાવત કરે છે.