ભારતમાં, ચાઇનીઝ એપ્લિકેશનના પ્રતિબંધથી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપને ઘણો ફાયદો થયો છે. આ વર્ષે નવેમ્બરમાં વૈશ્વિક સ્તરે વોટ્સએપ સૌથી વધુ ડાઉનલોડ થયું હતું. આ સમય દરમિયાન, વોટ્સએપ લગભગ 58 મિલિયન વખત ડાઉનલોડ થયું હતું. તેમાંથી લગભગ 30 ટકા ડાઉનલોડિંગ ભારતમાં થયું છે. સેન્સર ટાવરના અહેવાલમાં આ વાત સામે આવી છે. જો વોટ્સએપને જુદા જુદા પ્લેટફોર્મ પર ડાઉનલોડ કરવાની વાત કરીએ, તો ગુગલ પ્લે સ્ટોર પર સૌથી વધુ ડાઉનલોડ કરેલી એપ વોટ્સએપ એપ્લિકેશન હતી.
એપલ એપ સ્ટોર પર, ડાઉનલોડ કરવાના મામલે વોટ્સએપ છઠ્ઠા ક્રમે હતું, જ્યારે ટિકટોક પણ ટોચના લિસ્ટમાં શામેલ છે. આનો અર્થ એવો થયો કે વ્હોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સમાં સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે.
ટિકટોક રહ્યું બીજા નંબર પર
ટિકટોક વોટ્સએપ પછી દુનિયાભરમાં નોન-ગેમિંગ એપ્લિકેશન્સના લિસ્ટમાં બીજા સ્થાને છે. ટિકટોક નવેમ્બરમાં કુલ 5.5 કરોડ વખત ડાઉનલોડ કરવામાં આવ્યું હતું. ચીનમાં ટિકટોક ડાઉનલોડની સંખ્યા સૌથી વધુ 12% છે. તે પછી 8% સાથે ઇન્ડોનેશિયા છે. નવેમ્બર 2020ના ટોચના-5 સૌથી વધુ ડાઉનલોડ થતી નોન-ગેમિંગ એપ્લિકેશન્સમાં વ્હોટ્સએપ અને ટિકટોક, ત્યારબાદ ફેસબુક, હવામાન વિભાગ USA અને ઇન્સ્ટાગ્રામ આવે છે.
ચીનમાંથી ટિકટોકની સૌથી વધુ કમાણી
કમાણીની વાત કરીએ તો, નવેમ્બર 2020 માં ટિકટોકે લગભગ 123 મિલિયન ડોલરનો સૌથી વધુ ફાયદો મેળવ્યો હતો, જે નવેમ્બર 2019 ની તુલનામાં 3.7 વધુ હતો. આ આવકમાં ચાઇનાનો હિસ્સો લગભગ 85% છે. આ સિવાય યુકે 8 ટકા અને તુર્કીનો હિસ્સો 2 ટકા જેટલો છે. યુટ્યુબ એ વિશ્વની બીજી સૌથી વધુ કમાણી કરનાર નોન-ગેમિંગ એપ્લિકેશન છે. તેણે લગભગ 88 મિલિયન ડોલરની કમાણી કરી છે, જેમાં પાછલા મહિનાની સરખામણીમાં 59 ટકાનો વધારો છે.