google

ગૂગલ પર સર્ચ કરો આ 5 વસ્તુ, મજા આવશે. એકવાર ટ્રાય કરો.

ટેક્નોલૉજી

આજના જમાનામાં ઇન્ટરનેટનો ઉપયોગ એટલો સામાન્ય થઈ ગયો છે કે દરેક મનુષ્ય કોઈપણ વિષય પર ઇન્ટરનેટ પર શોધ કરતો જોવા મળે છે. કારણ કે અહીં તમને ફક્ત થોડીક ક્લિકમાં બધી જ માહિતી મળી જાય છે. આ માહીતી મળવા પાછળ સૌથી મહત્વની ભૂમિકા ગૂગલની છે. કંઇપણ પ્રશ્નો હોય તો નિવારણ માટે આપણે સીધું જ ગૂગલનો જ ઉપયોગ કરીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે ગૂગલમાં પણ કેટલીક ટિપ્સ છે જે ફક્ત તમને જ પસંદ જ નહીં પરંતુ તેનો ઉપયોગ કરીને તમને આનંદ પણ થશે. જી હા, અમે તમને ગૂગલની આવી ટિપ્સ વિશે જણાવીશું જે તમારા માટે એક અલગ અનુભવ બની જશે.

Askew
આ યુક્તિ અજમાવ્યા પછી તમે કહેશો કે ગૂગલ કમાલની વસ્તુ છે. આ માટે, તમારે ગૂગલના હોમપેજ પર જઈને askew ટાઇપ કરવું પડશે અને સર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે. જે પછી ગૂગલ પેજ સહેજ ત્રાસું દેખાશે. આ એક ખૂબ જ રસપ્રદ ટિપ્સ છે અને એકવાર તેનો પ્રયાસ કરવો જ જોઇએ.

Google Gravity
આ ટિપ્સનો ઉપયોગ કરીને તમે એમ પણ કહેશો કે ગૂગલ ખરેખર સુંદર છે. આ માટે તમારે ગૂગલના હોમપેજ પર જવું પડશે અને Google Gravity ટાઇપ કરવું પડશે. જે પછી ત્યાં I’m feeling lucky બટન પર ટેપ કરવાથી, ગૂગલનું પેજ બદલાશે અને બધું નીચે પડી જશે. ઉપરાંત, તેમાં દેખાતા ચિહ્નો પણ ઉલટાવી દેવામાં આવશે.

Barrel Roll
સૌથી પહેલા, ચાલો Barrel Roll વિશે વાત કરીએ, જે ખૂબ જ મનોરંજક ટિપ્સ છે. તેનો ઉપયોગ કરવા માટે, તમારે ગૂગલ પર જવું પડશે અને ત્યાં Barrel Roll ટાઈપ કરવું પડશે. ટાઇપ કર્યા પછી, ગૂગલના પેજમાં તમે સર્ચ બટન પર ક્લિક કરતાની સાથે જ ગૂગલનું પેજ જાતે બે વાર ફરી જશે. જો તમે ઇચ્છો, તો તમે તેને બે વાર, 10,20 અને 100 વખત ફેરવી શકો છો.

Thanos
જો તમે માર્વેલ ચાહક છો, તો આ ટિપ્સ તમને ખૂબ પસંદ આવશે. આ ટિપ્સનો ઉપયોગ કરવા માટે તમારે ગૂગલ પેજ પર જવું પડશે અને Thanos ટાઇપ કરવાનું રહેશે. તે પછી, જમણી બાજુએ થોડી આત્મકથા હેઠળ Gauntlet આઈકોન હશે. તેના પર ક્લિક કરશો એટલે ગૂગલ લિસ્ટ ધીમે ધીમે અદૃશ્ય થવા લાગશે.

Zerg Rush
આ પણ એક ખૂબ જ મનોરંજક ટિપ્સ છે અને તેનો ઉપયોગ કરવા માટે ગૂગલ પર Zerg Rush ટાઇપ કરો અને ત્યાં નીચે I’m feeling lucky બટન પર ક્લિક કરો. જે પછી એક ગુગલ પેજ તમારી સામે ખુલશે અને ધીરે ધીરે કેટલાક O દેખાશે જે ઉપરથી નીચે આવતા હશે અને ગૂગલનું લિસ્ટ અદૃશ્ય થતું જોવા મળશે.

વધું વાંચો…