4g internet

આવતા વર્ષમાં મોબાઇલ યુઝર્સને મોટો આંચકો મળશે! જાણો શું હશે?

ટેક્નોલૉજી દેશ દુનિયા

આવતા વર્ષથી મોબાઈલ પર ચેટ કરવું અને ઇન્ટરનેટનો ઉપયોગ કરવો મોંઘુ થઈ શકે છે. ખરેખર, ટેલિકોમ કંપનીઓ નવા વર્ષમાં તેમની પ્રી-પેઇડ અને પોસ્ટપેડ યોજનાઓની કિંમતમાં વધારો કરી શકે છે. હકીકતમાં, સરેરાશ ઉપયોગકર્તા આવક (એઆરપીયુ) અને મોબાઈલ ડેટા ઉપયોગમાં વધારાને કારણે ટેલિકોમ કંપનીઓએ નવા નાણાકીય વર્ષ 2021-22માં 13% આવક વૃદ્ધિનું લક્ષ્ય રાખ્યું છે. આવી સ્થિતિમાં માહિતી અને ક્રેડિટ રેટિંગ એજન્સી આઈસીઆરએના અહેવાલ મુજબ ટેલિકોમ કંપનીઓ દ્વારા મોબાઈલ ટેરિફમાં વધારો કરી શકાય છે.

રિચાર્જ મોંઘુ થવાનું કારણ શું હશે?
આઈસીઆરએના રિપોર્ટ અનુસાર, આગામી સમયમાં ટેલિકોમ સેવાનો ઉપયોગ વધશે. આનું કારણ એ છે કે લોકો ઘરેથી કામ કરી રહ્યાં છે અને ઓનલાઇન પ્રોડક્ટ જોઈ રહ્યા છે, આનાથી ડેટાનો ઉપયોગ વધશે. આવી સ્થિતિમાં, ટેલિકોમ કંપનીઓ દ્વારા વધુ ડેટા અને કોલિંગના ઉપયોગને કારણે યોજનાઓના ભાવમાં વધારો કરી શકાય છે. રિપોર્ટ અનુસાર, આજના જમાનમાં લોકો 2G થી 4G તરફ વળી રહ્યા છે. આના પરિણામે ઉપયોગકર્તા (એઆરપીયુ)ની સરેરાશ આવકમાં વધારો થશે. આને કારણે, યોજનાઓ મોંઘી થઈ શકે છે. આ અગાઉ ડિસેમ્બર 2019માં ટેલિકોમ કંપનીઓએ ટેરિફ વધાર્યો હતો. આને પગલે નાણાકીય વર્ષ 2020-21માં ટેલિકોમ કંપનીઓની સારી આવક થઈ.

દેવું વધવાની સંભાવના
આઈસીઆરએ એજન્સીના જણાવ્યા અનુસાર ટેલિકોમ કંપનીઓની કમાણીમાં વધારા સાથે દેવામાં પણ વધારો થશે. એક અનુમાન મુજબ, નાણાકીય વર્ષ 2021માં ટેલિકોમ ઉદ્યોગ પર 9.9 લાખ કરોડનું દેવું રહેશે. નાણાકીય વર્ષ 2022માં ટેલિકોમ ઉદ્યોગ પર અંદાજિત 4.7 લાખ કરોડનું દેવું હશે. ટેલિકોમ ક્ષેત્રે સરકાર મદદ કરી શકે છે. નવેમ્બર 2019માં સરકારે આર્થિક સહાયની ઓફર કરી. આ ઉપરાંત ડેટા માટેના ફ્લોર ટેરિફ, લેવી ઘટાડો અને સ્પેક્ટ્રમ પેમેન્ટ ડિસ્કાઉન્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

વધું વાંચો…