magar

વિશ્વનો સૌથી વૃદ્ધ મગર? બીજા વિશ્વયુદ્ધથી જીવતા જો નામના મગરનું અવસાન થયું.

ખબર હટકે

ઓકેફેનોકી જો નામના 11.5 ફૂટના મગરનું મૃત્યુ થયું છે. એક અહેવાલ મુજબ વૈજ્ઞાનિકોનું માનવું હતું કે આ મગર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પણ જીવતો હતો.

બીજું વિશ્વ યુદ્ધ 1939-1945 વચ્ચે ચાલ્યું હતું, જે મુજબ જોની ઉંમર 76-82 વચ્ચે હતી. જોની ચોક્કસ ઉંમર વિશે કોઈ ચોક્કસ માહિતી નથી, પરંતુ જો કોસ્ટલ ઈકોલોજી લેબનું માનવું હોય તો, તેની બંને આંખો પર ડાઘની પેશીઓ હતી અને તેના ડાઘ (મગરની પાછળનો ભાગ) નોંધપાત્ર નરમ થઈ ગયો હતો.

મગર 80 વર્ષ સુધી જીવી શકે છે, તેથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જોની ઉંમર લગભગ 80 વર્ષ આસપાસની જ હોવી જોઈએ.

જ્યોર્જિયા, યુએસએની કોસ્ટલ ઇકોલોજી લેબ મુજબ, વૃદ્ધાવસ્થાના રોગોને કારણે જ તેનું અવસાન થયું. જો સેટેલાઇટ ટેગ પ્રોગ્રામનો ભાગ હતો. ઇકોલોજી લેબના વૈજ્ઞાનિકો જૂન 2020થી જો પર નજર રાખી રહ્યા હતા. જો મગર ઓકેફેનોકી સ્વેમ્પ નજીક રહેતો હતો અને તેથી તેનું નામ ઓકેફેનોકી જો હતું.

જીપીએસ દ્વારા આ જો નામના મગરને શોધી કાવામાં આવ્યો હતો. તે ઓકેફેનોકીના શાંત વિસ્તારમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. લેબના વૈજ્ઞાનિકોએ પહેલા વિચાર્યું કે સેટેલાઈટ ટેગ ક્યાંક પડી ગયો છે કારણ કે જોની કોઈ હિલચાલ શોધી શકાતી નથી. કેટલાંક સપ્તાહો બાદ સેટેલાઇટ ટેગ મળ્યો અને જાણવા મળ્યું કે જોનું મૃત્યુ થયું છે.

કોસ્ટલ લેબ સાથે સંકળાયેલા લોકોએ કહ્યું કે જોએ વૈજ્ઞાનિક શોધમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે.