Firecrackers in Delhi

દિલ્હી: લોકોએ ના સાંભળ્યું સરકારનું, ઉગ્રતાથી આતશબાજી કરી, જાણો કેટલા કેસ નોંધાયા, કેટલાની થઈ ધરપકડ?

દેશ દુનિયા

ડેપ્યુટી કમિશનર પોલીસ કમિશનરને દિલ્હી પોલીસના બીટ અધિકારીએ વધતા પ્રદૂષણનો હવાલો આપીને તેમના સંબંધિત વિસ્તારોમાં લોકોને ફટાકડા ન ફોડવા વિનંતી કરી હતી. પણ લોકો માન્યા ન હતા. પોલીસે આવા લોકો સામે કડક કાર્યવાહી પણ કરી હતી. છેલ્લા ચાર વર્ષમાં દિલ્હી દેશનું સૌથી પ્રદૂષિત શહેર રહ્યું છે.

આટલા લોકોની થઈ ધરપકડ.
દિવાળીના દિવસે ફટાકડા વેચવા અને ફોડવાના મામલે નોંધાયેલા 1206 કેસો પર 850 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત જુદી જુદી જગ્યાએથી 1314 કિલો ફટાકડા મળી આવ્યા હતા. મહત્વપૂર્ણ છે કે દિલ્હી-એનસીઆરમાં વધી રહેલા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને એનજીટીએ 30 નવેમ્બર સુધી ફટાકડા વેચવાનું બંધ કરાવ્યુ હતું.

દિલ્હી પોલીસના પ્રવક્તા અનિલ મિત્તલે કહ્યું કે પ્રતિબંધ બાદ દિલ્હી પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. દિલ્હીના તમામ 15 જિલ્લાઓમાં સ્ટેશન ઈન્ચાર્જ તરફથી આરડબલ્યુએ સાથે એક બેઠક મળી હતી.

આ ઉપરાંત શાળાઓમાં બાળકોને ઓનલાઇન ક્લાસ દરમિયાન ફટાકડા ન ફોડવાની વિનંતી કરવામાં આવી હતી. સૌથી વધુ બાહ્ય-ઉત્તરીય જિલ્લામાં શનિવારે 165 કેસ નોંધાયા હતા અને 165 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસ કમિશનર પોતે શનિવારે સાંજે પેટ્રોલિંગમાં હતા. પરિસ્થિતિનો તાગ મેળવવા ઉપરાંત, તેમણે તહેવારના દિવસે ફરજ બજાવતા કર્મચારીઓને મીઠાઇનું વિતરણ પણ કર્યું હતું.

દિવાળી ઉપર થયેલ કાર્યવાહી
જિલ્લોકેસધરપકડફટાકડા મળ્યા (કિલો)
પૂર્વી જિલ્લો935531
ઉત્તર-પુર્વ35223.10
શાહદરા4832266
દક્ષિણ-પુર્વ962857.70
દક્ષિણ જિલ્લો916068.85
મધ્ય જિલ્લો17151.40
ઉત્તર જિલ્લો1468874
બાહરી-ઉતરી165165118.10
ઉત્તર-પક્છિમ12713530.30
રોહિણી696536.30
પક્છિમ જિલ્લો891379.50
બાહરી જિલ્લો99100286.20
દ્વારકા73420.40
નવી દીલ્લી17100.47
દક્ષિણ-પક્છિમ4120260.70

વધુ આર્ટીકલ વાચો

કોરોના વેક્સિન: 6 કરોડ ડોઝ તૈયાર, કેટલા તબક્કામાં ચાલશે રસીકરણ અભિયાન?