ગુજરાત હાઈકોર્ટ દ્વારા કમ્પ્યુટર ઑપરેટરની કુલ 19 ખાલી જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન એપ્લિકેશન દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ભરતી માટેની વય મર્યાદા, શૈક્ષણીક લાયકાત, પગાર ધોરણ વગેરેની માહિતી આ આર્ટીકલમાં આપવામાં આવી છે.
કેટેગરી વાઇઝ ખાલી જગ્યાઓ
- ટોટલ પોસ્ટ : 19
- GENERAL : 06
- SC : 00
- ST : 06
- SEBC : 06
- EWS : 01
લાયકાતના ધોરણ
ઉમેદવાર કમ્પ્યુટર એપ્લિકેશન / ઇન્ફોર્મેશન ટેક્નોલૉજી અથવા કમ્પ્યુટર સાયન્સમાં સ્નાતકની ડિગ્રી ધરાવતો હોવો જોઈએ અથવા તેની સમકાક્ષ ગુજરાત સરકાર અથવા સેંટ્રલ ગવર્નમેંટ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાથી સ્નાતકની ડિગ્રી ધરાવતો હોવો જોઈએ.
વય મર્યાદા
આ પોસ્ટ્સ પર અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદા અરજી કરવાની છેલ્લી તારીખ પ્રમાણે એટલે કે 15/02/2021ના રોજ 18 વર્ષથી ઓછી તેમજ 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહી.
પરીક્ષા ફી
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના ઉમેદવારો,સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગો, આર્થિક રીતે નબળા વિભાગ, જુદા જુદા લોકો (PH) અને એકસ-સર્વિસમેનને રૂ. 250 સાથે સામાન્ય બેંક ચાર્જ ભરવાનો રહેશે અને અન્ય તમામ ઉમેદવારોએ રૂ. 5૦૦ની સાથે સામાન્ય બેંક ચાર્જ ફી ભરવાની રહેશે.
સ્પર્ધાત્મક પરીક્ષામાં ત્રણ તબક્કામાં લેવાશે
(A) એલિમિનેશન ટેસ્ટ (MCQ પ્રકારની) [100 ગુણ]
(B) કમ્પ્યુટર ટેસ્ટ [8૦ ગુણ]
(C) વાઈવા ટેસ્ટ [20 ગુણ]
વધું માહિતી માટે અહી ક્લિક કરો