મુંબઈમાં ક્રિકેટર સુરેશ રૈના,ગુરૂ રંધાવા સહિત 27 હસ્તીઓ અને 7 કર્મચારીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 188, 269 અને 34 હેઠળ કોરોના નિયમો તોડવા અને મોડી રાત સુધી પાર્ટી કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. ઋતિક રોશનની પૂર્વ પત્નિ સુઝાન અને સિંગર ગુરુ રંધાવા સહિત ક્લબમાં અનેક હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. ધરપકડ બાદ સેલિબ્રિટીઓને પણ મુક્ત કરવામાં આવી હતી.
ઋતિક રોશનની પૂર્વ પત્નિ સુઝાન ઇન્ટિરિયર ડિઝાઇનર છે
વ્યવસાયીક રીતે સુઝાન ફેશન ડિઝાઇનર છે. તેનો જન્મ 26 ઓક્ટોબર 1978માં મુંબઇમાં થયો હતો. બોલિવૂડ એક્ટર સંજય ખાન અને ઝરીન તેના માતા-પિતા છે. સુઝાનની બે મોટી બહેનો છે – સિમોન અને ફરાહ, જ્યારે અભિનેતા ઝાયદ ખાન તેનો નાનો ભાઈ છે.
સુઝૈને 1995માં યુ.એસ.ના બ્રૂક્સ કોલેજમાંથી ઇન્ટિરિયર ડિઝાઇનિંગની ડિગ્રી મેળવી હતી. 2011માં, તેણે શાહરૂખ ખાનની પત્ની ગૌરી સાથે કામ કરવાનું શરૂ કર્યું અને મુંબઇમાં ચારકોલ પ્રોજેક્ટ ફાઉન્ડેશન શરૂ કર્યું, જે ભારતનો પહેલો ઇન્ટિરિયર ફેશન ડિઝાઇન સ્ટોર છે.
વર્ષ 2000માં બંને લગ્નગ્રંથીમાં જોડાયા
હાલમાં, સુઝાન ઋત્વિક રોશનની એક્સ વાઇફ છે. બંનેએ ચાર વર્ષ ડેટિંગ બાદ 2000માં લગ્ન કર્યા. રિતિકે ટ્રાફિક સિગ્નલ પર સુઝાનને જોઈ અને તેને દિલ આપ્યું. તે પછી ઋત્વિકે સુઝાનને શોધી અને વેલેન્ટાઇન ડે પર સુઝાનને પ્રપોઝ કર્યું, જેને સુઝાને સ્વીકાર કર્યો. લાંબા સમય સુધી ડેટિંગ કર્યા પછી બંનેએ 20 ડિસેમ્બર, 2000ના રોજ લગ્ન કર્યા હતા. લગ્નના 6 વર્ષ પછી, 2006માં, રીહાનનો જન્મ થયો હતો અને 2008માં, રિધનનો જન્મ થયો હતો.
ઋતિક-સુઝાનના છૂટાછેડા
ઋતિક અને સુઝાનના લગ્ન ક્યારે થયા તે કોઈને ખબર નથી. 13 ડિસેમ્બર, 2013ના રોજ, બંનેએ તેમના 17-વર્ષના લગ્નસંબંધને સમાપ્ત કર્યા. એક પ્રેસ નિવેદન બહાર પાડતા ઋત્વિકે કહ્યું, “સુઝૈને અને મેં અમારા 17 વર્ષ જુનાં લગ્નસંબંધને સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે. તે અમારા સમગ્ર પરિવાર માટે ખૂબ જ તણાવપૂર્ણ સમય છે અને હું મીડિયાને વિનંતી કરું છું કે તે અમારી પ્રાઈવસીમાં દખલ ના કરે.”
દેશના સૌથી મોંઘા છૂટાછેડા?
મીડિયા અહેવાલ અનુસાર, ઋત્વિકે છૂટાછેડાના બદલામાં સુઝાનને ભથ્થા તરીકે 380 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. જોકે ઋતિક-સુઝૈને આ વાતનો ઇનકાર કર્યો હતો, પરંતુ બંનેના છૂટાછેડાને દેશના સૌથી મોંઘા છૂટાછેડા હોવાનું માનવામાં આવે છે.