IDBI bank

IDBI બેંકમાં ગ્રેજ્યુએટ માટે બમ્પર ભરતી, જાણો લાયકાત સહિતની વિગતો અહીં.

નોકરી

જો તમે કોઈ બૅન્કિંગ સેક્ટરમાં નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે આ સુવર્ણ તક છે. ઔદ્યોગિક વિકાસ બેંક ઓફ ઈન્ડિયા(IDBI)એ નિષ્ણાંત અધિકારીઓની જગ્યાઓ બહાર પાડી છે. આ પોસ્ટ્સ માટે ઑનલાઇન નોંધણીની પ્રક્રિયા 14 ડિસેમ્બર, 2020થી શરૂ થઈ ગઈ છે. નોંધણી શરૂ થયા પછી, રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 7 જાન્યુઆરી, 2021ના રોજ અથવા તે પહેલાં idbibank.in વેબસાઇટ પર અલગ અલગ પોસ્ટ્સ માટે ઑનલાઇન અરજી કરી શકશે.

131 પોસ્ટ્સ માટેની ભરતી
તમને જણાવી દઈએ કે આઈડીબીઆઈ બેંક દ્વારા ભરતી હેઠળ કુલ 131 પોસ્ટ્સની નિમણૂક કરવામાં આવશે. જેમાં મેનેજર (ગ્રેડ બી) માટે 62, એજીએમ (ગ્રેડ સી) માટે 52, ડીજીએમ (ગ્રેડ ડી) માટે 11 અને સહાયક મેનેજર (ગ્રેડ એ) માટે 9 નો સમાવેશ થાય છે. .

શૈક્ષણીક લાયકાત
ડીજીએમ ગ્રેડ ડી પદ માટે અરજી કરનારા ઉમેદવારો કોઈપણ માન્ય સંસ્થામાંથી 55% ગુણમાં સ્નાતક હોવા જોઈએ. એજીએમ (ગ્રેડ સી) પદ માટે અરજી કરનારા ઉમેદવારો માન્ય યુનિવર્સિટીમાંથી એમસીએ(MCA)માં ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન / કમ્પ્યુટર સાયન્સ / ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ / માહિતી ટેકનોલોજી / ઇલેક્ટ્રોનિક્સમાં પી.જી. (બીઇબીટેક) હોવા જોઈએ. મેનેજર (ગ્રેડ બી) ની પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટીમાંથી એમ.સી.એ.(MCA) માં પોસ્ટ ગ્રેજ્યુએશન સાથે ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ / ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન / ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં બી.એ. / બી.ટેક સાથે સ્નાતક થવું જોઈએ.

કેવી રીતે અરજી કરશો?
આઈડીબીઆઈ દ્વારા હાથ ધરવામાં આવેલી ભરતી પ્રક્રિયા મુજબ ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવા માટે આઈડીબીઆઈ બેંકની વેબસાઇટ idbibank.in પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી 24 ડિસેમ્બર 2020થી શરૂ થાય છે. અરજી કરવાની છેલ્લી તારીખ 7 જાન્યુઆરી 2020 હશે. ઉમેદવારોએ ખાસ એ ધ્યાનમાં રાખવું કે આવેદનપત્રમાં કોઈપણ પ્રકારની સમસ્યા ના થાય, આ કિસ્સામાં, અરજી નામંજૂર કરવામાં આવશે.

વધું વાંચો…