air-park

ગામ હોય તો આવુ, જ્યાં ઘરે ઘરે વિમાન છે, લોકો ફરવા અથવા તો ઓફિસે વિમાન લઈને જાય છે.

ખેલ જગત

દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં લોકો ઘોડા, વાહનો અને મોટરસાઈકલ પર સવારી કરતા જોવા મળ્યા છે. પરંતુ દુનિયામાં એક એવી જગ્યા પણ છે જ્યાં દરેક ઘરની બહાર વિમાન ઉભું જોવા મળશે.

નવાઈની વાત એ છે કે આ ગામના લોકો પરિવાર સાથે ડિનર કરવા અથવા તો ઓફિસ જવા માટે પ્લેનમાં જાય છે. આવો જાણીએ આ અનોખા ગામ વિશે.

આ ગામ કેલિફોર્નિયામાં આવેલું છે
શહેરોમાં અસંખ્ય ગેરેજ અને વાહનો જોવા એ ખૂબ જ સામાન્ય બાબત છે. પરંતુ કલ્પના કરો કે જો તમે એવી જગ્યાએ જાઓ જ્યાં તમને એરોપ્લેન અને હેંગર પાર્ક કરવા માટે દેખાય? હા, બધું શક્ય છે. કારણ કે આ ગામ કેલિફોર્નિયામાં આવેલું છે. જેનું નામ ‘કેમરન એર પાર્ક’ છે. અહીં તમને દરેક ઘરની બહાર પાર્ક કરેલ વિમાન જોવા મળશે.

આ ગામની શેરીઓ પણ રનવે જેવી ડિઝાઇન કરવામાં આવી છે
આ ગામની શેરી પણ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે પાઇલટ આરામથી વિમાન ઉડાવી શકે. તેમજ આ પહોળા રસ્તાઓ પર વિમાનોની સાથે વાહનો પણ ચલાવી શકાય છે. દરેક રસ્તા પર સ્ટ્રીટ સાઈન્સ અને લેટર બોક્સ થોડા નીચા કરવામાં આવ્યા હતા જેથી કોઈને કોઈ તકલીફ ન પડે.

હકીકતમાં બીજા વિશ્વયુદ્ધ પછી, ઘણા એરફિલ્ડ્સ કોઈપણ જાળવણી વિના છોડી દેવામાં આવ્યા હતા. જે પછી એવિએશન ઓથોરિટીએ તેમને રેસિડેન્શિયલ એરપાર્ક બનાવ્યા અને પછી રિટાયર્ડ પાઇલોટ્સ ત્યાં રહેવા લાગ્યા.

1939માં અહીં કુલ 34 હજાર પાયલોટ હતા, પરંતુ 1946માં કુલ સંખ્યા વધીને 4 લાખ પાયલોટ થઈ ગઈ. 1963માં બનેલા આ ગામમાં લગભગ 124 ઘર છે. અહેવાલો અનુસાર, તે ઉડતી સમુદાય છે. જ્યાં દરેક પાયલોટ છે.

અહીં લોકો પ્લેનમાં જ પોતાના પરિવાર સાથે મોજ-મસ્તી કરવા અથવા ખાવાનું ખાવા જાય છે.