એક અલગ આરટીઆઈ પણ દાખલ કરવામાં આવી હતી, જેના જવાબમાં મંત્રાલયે કહ્યું હતું કે દેશમાં પબજી મોબાઈલ અંગે કોઈ મંજૂરી આપવામાં આવી નથી.
ખાસ વસ્તુઓ
ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી (મીટવાય) મંત્રાલય દ્વારા પબજી મોબાઇલ ઈન્ડિયાને લોંચ કરવાની મંજૂરી આપવામાં આવી નથી. આ નિર્ણય મંત્રાલયે બે અલગ અલગ આરટીઆઈ અરજીઓના જવાબમાં રજૂ કરવામાં આવ્યો છે. ગયા મહિને, PUBG કોર્પોરેશને ભારત માટે નવી પબજી મોબાઇલ ઈન્ડિયા રમત વહેલી તકે રજૂ કરવાની ઘોષણા કરી હતી. દક્ષિણ કોરિયન કંપનીએ પણ સપ્ટેમ્બરમાં ભારતમાં સરકાર દ્વારા પ્રતિબંધિત મોબાઇલ બેટલ રોયલ રમતને ફરીથી શરૂ કરવા માટે દેશમાં 100 મિલિયન (અંદાજે 734 કરોડ રૂપિયા)ના રોકાણની જાહેરાત કરી હતી.
મીડિયાનામા દ્વારા દાખલ કરવામાં આવેલી આરટીઆઈના જવાબમાં મંત્રાલયે કહ્યું હતું કે મીટવાય કોઈપણ વેબસાઇટ / મોબાઇલ એપ્લિકેશન / સેવા શરૂ કરવાની મંજૂરી આપતું નથી. આ અનુસાર, મીટવાયએ પીયુબીજી / પબજી મોબાઇલ ઈન્ડિયાને મંજૂરી આપી નથી. તમને જણાવી દઈએ કે આરટીઆઈ એપ્લિકેશન ક્રાફ્ટન અથવા તેની સહાયક કંપની પીયુબીજી કોર્પોરેશનરે પીયુબીજી મોબાઇલને ફરીથી લોંચ કરવા માટે મંજૂરી માંગી છે કે નહીં તેની સ્પષ્ટતા માંગતી હતી.
એક અલગ આરટીઆઈ પણ દાખલ કરવામાં આવી હતી, જેના જવાબમાં મંત્રાલયે કહ્યું હતું કે દેશમાં પબજી શરૂ કરવા માટે કોઈ મંજૂરી આપવામાં આવી નથી. 12 ડિસેમ્બરે તેના જવાબમાં મંત્રાલયે કહ્યું કે, “મીટવાયે પબજી શરૂ કરવાની કોઈ મંજૂરી આપી નથી”.
પ્રતિબંધિત પબજી મોબાઇલ અંગે મંત્રાલય દ્વારા આપવામાં આવેલા આરટીઆઈના પ્રતિસાદમાં કોઈ સ્પષ્ટતા જોવા મળી નહોતી.તાજેતરમાં જ પ્રતિબંધિત પબજી મોબાઇલ દ્વારા ‘કમિંગ સુન’ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. મીટવાયનો પ્રતિસાદ એ છે કે મંત્રાલય કોઈપણ એપ્લિકેશન શરૂ કરવાની મંજૂરી આપતું નથી – તેનો અર્થ એમ પણ થઈ શકે છે કે સત્તાવાર રીતે, તે એપ્લિકેશનને પૂર્વ મંજૂરી આપશે નહીં.