ભારતીય બોક્સર સતીશ કુમાર ટોક્યો ઓલિમ્પિકમાં સુપર હેવીવેઇટની ક્વાર્ટર ફાઇનલ મેચ હારી ગયા હતા. પરંતુ આંખની ગંભીર ઇજા બાદ સાત ટાંકા સાથે ક્વાર્ટર ફાઇનલમાં તેણે ઉઝબેકિસ્તાનના વિશ્વ નંબર વન મુક્કાબાજ બખોદિર જલોલોવનો જે રીતે સામનો કર્યો તે હ્રદયસ્પર્શી છે.
માત્ર ભારતીયો જ નહીં, પણ વિપક્ષ પણ સતીશ કુમારની ભાવનાને સલામ કરી રહ્યો છે. એ નોંધવું જોઇએ કે ક્વાર્ટર ફાઇનલ પહેલા તેને આંખની ગંભીર ઇજા થઇ હતી. તેને સાત ટાંકા આવ્યા હતા. તેના રમવા વિશે શંકા હતી, પરંતુ તેણે રિંગમાં પ્રવેશ કર્યો અને વિરોધી ખેલાડીનો મજબૂતીથી સામનો કર્યો.
ONLY ONE Indian male boxer won a bout at the Tokyo Olympics – #SatishKumar.
Satish was injured after his first bout but still came out to fight against the World No. 1 Bakhodir Jalolov in the quarterfinals.
He lost the match today, but won many hearts. ❤️#Tokyo2020 | #Boxing pic.twitter.com/TZc8UyV6sn
— The Bridge (@the_bridge_in) August 1, 2021
લડાઈ દરમિયાન સતીશના કપાળ પરનો ઘા ખુલી ગયો હતો. આ હોવા છતાં, તે લડતો રહ્યો. ભારતીયો સતીશની જીત માટે પ્રાર્થના કરી રહ્યા હતા, પરંતુ સતીશ આગલા રાઉન્ડમાં પહોંચવામાં નિષ્ફળ રહ્યા. બકોદિર જલોલોવે તેમને 5-0થી હરાવ્યા.
એ નોંધવું જોઇએ કે સતીશ કુમારની હાર સાથે પુરુષોની બોક્સિંગમાં ભારતીય પડકારનો અંત આવ્યો છે.