2 ડિસેમ્બર, 2021ના રોજ, ભારત-પાકિસ્તાન સરહદે માનવ સ્વરૂપ લીધું. હકીકતમાં ગુરુવારે ભારત-પાકિસ્તાન બોર્ડર પર પાકિસ્તાનના એક કપલે બાળકને જન્મ આપ્યો હતો.
બાળકનું નામ રાખ્યું બોર્ડર
એક અહેવાલ મુજબ, પાકિસ્તાની દંપતીએ તેમના બાળકનું નામ બોર્ડર રાખ્યું છે, અનુમાન લગાવી શકાય છે કે બાળકનો જન્મ બોર્ડર પર થયો હોવાથી માતા-પિતાએ તેનું નામ બોર્ડર રાખ્યું છે. બોર્ડરના પિતા બલમ રામ અને માતા નિંબુ બાઈએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. નિંબુબાઈ ગર્ભવતી હતી અને 2 ડિસેમ્બરની રાત્રે તેમને પ્રસૂતિનો દુખાવો શરૂ થયો હતો. પંજાબના અટારી બોર્ડર પાસેના ગામના લોકોએ તેની મદદ કરી.
70 દિવસથી અટારી બોર્ડર પર ફસાયેલો પરિવાર
હકીકતમાં બલમ રામ અને નિંબુ બાઈ સહિત 97 પાકિસ્તાની નાગરિકો છેલ્લા 70 દિવસથી અટારી બોર્ડર પર ફસાયેલા છે. આ દંપતી પાકિસ્તાનના પંજાબ પ્રદેશના રાજનપુરનું છે. તમને જણાવી દઈએ કે આ 97 પાકિસ્તાનીઓમાં ઓછામાં ઓછા 47 બાળકો છે. આ 47માંથી 6 બાળકોનો જન્મ ભારતમાં થયો હતો.
લોકડાઉન પહેલા તમામ પાકિસ્તાની નાગરિકો ભારત પહોંચી ગયા હતા પરંતુ તેમની પાસે જરૂરી દસ્તાવેજો નથી અને તેના કારણે તેઓ પાછા જઈ શકતા નથી.
અન્ય એક પાકિસ્તાની નાગરિક, લગ્યા રામને 2020માં જોધપુરમાં એક પુત્ર થયો હતો. લગ્યાએ પોતાના પુત્રનું નામ ભરત રાખ્યું છે. તે તેના ભાઈને મળવા જોધપુર પહોંચ્યો હતો પરંતુ સરહદ પાર કરી શક્યો નહોતો.
સરહદ પર ફસાયેલા ઘણા પાકિસ્તાની નાગરિકોએ અધિકારીઓને વિનંતી કરી કે તેઓને અહીં રહેવા દે. આ તમામ લોકો તંબુમાં રહે છે કારણ કે પાકિસ્તાની રેન્જર્સે તેમને પાછા લેવાનો ઈન્કાર કરી દીધો છે. સ્થાનિક રહેવાસીઓ આ લોકોને ત્રણ વખત ભોજન, દવાઓ અને કપડાં વગેરે આપીને મદદ કરી રહ્યા છે.