heera-shodh

‘હીરા શોધવા’ પ્રાણી સંગ્રહાલયમાં સિંહના પાંજરામાં કૂદી પડ્યો માણસ, જુઓ વીડિયો.

ખબર હટકે

હૈદરાબાદથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. હૈદરાબાદના નહેરુ ઝૂઓલોજિકલ પાર્કમાં 31 વર્ષીય વ્યક્તિ આફ્રિકન સિંહના પાંજરામાં કૂદી પડ્યો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જી.સાઇ.કુમાર નામના આ વ્યક્તિને મંગળવારે બપોરે પ્રાણી સંગ્રહાલયના કર્મચારીઓએ બચાવી લીધા હતા અને બહાદુરપુરા પોલીસને સોંપી દીધા હતા. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

વીડિયોમાં સાઈ કુમાર એક ખડકની ટોચ પર બેઠેલા જોવા મળે છે અને નીચે ઊભેલો સિંહ તેમની સામે જોઈ રહ્યો છે. વિડિયોમાં લોકોને સાવધાન રહેવાની સૂચના આપતા સાંભળી શકાય છે, લોકો તેની મદદ માટે અવાજ પણ ઉઠાવી રહ્યા છે.

જી સાંઈ કુમારે પોલીસને જણાવ્યું કે તે સિંહના પાંજરામાં છુપાયેલા હીરાને શોધવા માટે કૂદી પડ્યો હતો.

જુઓ વિડિયો :

બહાદુરપુરાના સ્ટેશન હાઉસ ઓફિસર સાઈ કુમારે જણાવ્યું કે પૂછપરછ દરમિયાન તે કોઈ પ્રશ્નનો યોગ્ય જવાબ આપી શક્યો ન હતો. પોલીસનો અંદાજ છે કે સાંઈ કુમારની માનસિક સ્થિતિ સારી નથી.