nirmal soni

“તારક મેહતા…” સિરિયલના હાથીભાઈ એક એપિસોડ માટે કેટલો ચાર્જ લે છે?

ખબર હટકે

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્માહ”ના તમામ પાત્રો દરેક દર્શકોના દિલમાં વસે છે. આ શોના પ્રેક્ષકો તેમના પરિવારના સભ્ય તરીકે શોના તમામ કલાકારોને પ્રેમ અને આદર આપે છે. ડોક્ટર હાથી એ આ બધા પાત્રોમાંથી એક છે. ડોક્ટર હાથીનું પાત્ર અગાઉ કવિ કુમાર આઝાદે શોમાં ભજવ્યુ હતું. તેમના મૃત્યુ પછી નિર્મલ સોનીને આ ભૂમિકા માટે લેવામાં આવ્યા છે.

નિર્માતાઓ હતા ચિંતિત
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કવિ કુમાર આઝાદના મૃત્યુ પછી ડોક્ટર હાથીની ભૂમિકા માટે કોઈની પસંદગી કરવી ખૂબ જ જવાબદાર હતી, તેથી આ ભૂમિકા માટે યોગ્ય પાત્ર શોધવા માટે શોના નિર્માતાઓએ ખૂબ મહેનત કરવી પડી હતી. કારણ કે જ્યારે અભિનેતા બદલાય છે ત્યારે ટીઆરપી પર અસર થવાનું જોખમ રહેલું છે. બાદમાં, એક સાવચેતીભર્યા નિર્ણય પછી નિર્માતાઓએ આ ભૂમિકા માટે નિર્મલ સોનીની પસંદગી કરી.

શોમાંથી નવી ઓળખ મળી
રિપોર્ટ અનુસાર “તારક મહેતાના ઉલ્ટા ચશ્મા” શો દ્વારા નિર્મલ સોનીએ નવી ઓળખ મેળવી છે. આ પહેલા, નિર્મલ “વો રહેને વાલી મહેલો કી “, “કુબુલ હૈ”, “એફ.આઇ.આર.” અને ‘ચંદ્રકાંતા’ જેવી સિરિયલમાં પાત્ર ભજવી ચૂક્યા હતા., પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પાત્રથી તેને સૌથી વધુ ખ્યાતિ મળી છે.

એક દિવસનો ચાર્જ કેટલો?
નિષ્ણાતોના મતે ડોક્ટર હાથીની ભૂમિકા માટે નિર્મલને એક એપિસોડ માટે 40 થી 45 હજાર ફી ચુકવવામાં આવે છે. સમાચારો અનુસાર નિર્મલ આ પાત્રથી ખૂબ ખુશ છે.

મોટા પડદા ઉપર પણ અભિનય
નાના પડદાની સાથે નિર્મલ મોટા પડદે પણ દેખાયા છે. સિરિયલો ઉપરાંત તેઓ ‘તેરા મેરા સાથ રહે’, ‘હોસ્ટેલ’, ‘યે જવાની હૈ દીવાની’ અને ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ જેવી ફિલ્મોમાં પણ પોતાની સક્રિય કુશળતા દર્શાવી છે. નિર્મલ ફિલ્મ અને ટેલિવિઝન ઉદ્યોગમાં જાણીતા છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ
નિર્મલના નજીકના મિત્રોના જણાવ્યા મુજબ તેને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાનું પસંદ છે, તેથી જ્યારે પણ તેને શૂટીંગ પછી ફ્રી ટાઇમ મળે છે ત્યારે તે સોશ્યલ મીડિયા, ફેમિલી અને મિત્રો સાથે પોતાનો સમય વિતાવે છે.