થોડા સમય પહેલા, ફેસબુકે વોટ્સએપ માટે મેસેજ અદ્રશ્ય કરવાની ઘોષણા કરી છે. હવે કંપની મેસેંજર માટે પણ આ ફીચર ઉપલબ્ધ કરવા જઈ રહી છે.
ઇન્સ્ટાગ્રામમાં પણ આવશે વેનિશ મોડ
મેસેંજર ઉપરાંત ઇન્સ્ટાગ્રામમાં પણ વેનિશ મોડ આપવામાં આવશે. વેનિશ મોડ હાલમાં મેસેન્જરમાં પસંદગીના દેશોમાં અપડેટ્સ દ્વારા આપવામાં આવી રહ્યું છે, પરંતુ તે ટૂંક સમયમાં તમારી પાસે પણ પહોંચશે.
ફેસબુકે પોતાના ઑફિશિયલ બ્લોગમાં કહ્યું છે કે, ‘મેસેંજરમાં વેનિશ મોડ રજૂ કરીને અમે ખૂબ ઉત્સાહિત છીએ. આ મોડ હેઠળ, તમે આવા મેસેજ મોકલવામાં સમર્થ હશો જે જાતે અદૃશ્ય થઈ જશે. જેવો તમે સંદેશ જોશો અને ચેટ છોડશો, મેસેજ અદૃશ્ય થઈ જશે.
કેવી રીતે કામ કરશે આ મોડ?
મેસેંજરમાં આ મોડનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ રહેશે. અપડેટ આપ્યા પછી, તમે હાલના મેસેંજર ચેટ થ્રેડને સ્વાઇપ કરવાની સાથે જ વેનિશ મોડમાં પ્રવેશ કરી શકશો. ફરીથી સ્વાઇપ કર્યા પછી, તમે સામાન્ય મોડ પર પાછા આવશો.
શું થઈ શકશે ડિલીટ?
ફેસબુક મેસેંજરના આ મોડમાં, ફક્ત ટેક્સ્ટ મેસેજ જ નહીં, પણ GIF, સ્ટીકરો અને ઇમેજ પણ અદૃશ્ય થઈ શકે છે. આવી જ સુવિધા વોટ્સએપ પ્લૅટફૉર્મ માટે પણ જાહેર કરવામાં આવી છે, જે મેસેજને પોતે જ 7 દિવસમાં ડિલીટ કરી દે છે.
ક્યારે આ મોડનો ઉપયોગ કરી શકાશે?
ફેસબુકે કહ્યું છે કે આનો ઉપયોગ મેસેંજરમાં ત્યારે જ થઈ શકે જ્યારે મેસેંજરમાં બંને લોકો એક બીજા સાથે જોડાયેલા હોય. સંપર્ક સાથે વેનિશ મોડમાં પ્રવેશ કરવો કે નહીં તે પણ તમે નક્કી કરી શકશો. જો કોઈ વેનિશ મોડમાં ચેટનો સ્ક્રીનશોટ લે છે, તો તમને સૂચના પણ મળી જશે.
આ ફીચર ભારતીય યુઝરને મળશે ક્યારે મળશે?
ફેસબુકના જણાવ્યા અનુસાર તેનું અપડેટ ધીરે ધીરે બહાર પાડવામાં આવી રહ્યું છે અને તે અમેરિકા સહિત અન્ય કેટલાક દેશોમાં આવી ચૂક્યું છે. ટૂંક સમયમાં તે તમામ દેશોના ઉપયોગકર્તાને આપવામાં આવશે.