anastasia

નીલી આંખો ધરાવતી 10 વર્ષીય એનાસ્તાસિયા ન્યાઝેવા છે વિશ્વની સૌથી સુંદર છોકરી. જુઓ તસ્વીરો.

ખબર હટકે

આ એનાસ્તાસિયા ન્યાઝેવા છે. 10 વર્ષની એનાસ્તાસિયા રશિયાની છે. છેલ્લા કેટલાક સમયથી તે સોશિયલ મીડિયા પર પોતાની સુંદર તસવીરોથી લોકોનું દિલ જીતી રહી છે. એનાસ્તાસિયાનું ઉપનામ અન્ના છે. અન્નાનો એક મોટો ભાઈ પણ છે, જે 13 વર્ષનો છે.

ઇન્સ્ટાગ્રામ પર એનાસ્તાસિયાના 1.2 મિલિયન ફોલોઅર્સ છે. આ પરથી તમે અંદાજ લગાવી શકો છો કે તે નાની ઉંમરે કેટલી લોકપ્રિય બની છે. એના માતાએ 6 વર્ષ પહેલા તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું હતું, જ્યારે તે માત્ર 4 વર્ષની હતી. તેણીએ તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર અત્યાર સુધીમાં 2,056થી વધુ તસવીરો પોસ્ટ કરી છે.

એનાસ્તાસિયા ન્યાઝેવાની સુંદરતા માટે કોઈ એક જવાબ નથી. તેથી જ તેના ચાહકોએ તેને વિશ્વની સૌથી સુંદર છોકરીનું બિરુદ આપ્યું છે. લોકો તેને સોશિયલ મીડિયા પર ‘રશિયન ગર્લ વિથ બ્લુ આઈઝ’ તરીકે પણ ઓળખે છે. એનાસ્તાસિયા આજે રશિયામાં કોઈ સેલિબ્રિટીથી ઓછી નથી.

એનાસ્તાસિયા ન્યાઝેવા 4 વર્ષની ઉંમરથી બાળકોના મોડેલ તરીકે પ્રખ્યાત થઈ છે. તેણી પ્રથમ રશિયન બ્રાન્ડ ચોબી કિડ્સ સાથે સંકળાયેલી હતી. એનાસ્તાસિયા આજે ઘણી મોટી બ્રાન્ડ સાથે સંકળાયેલ છે. સુંદર બાળકીની તસવીરો જોઈને તમે પણ આ ઢીંગલીના પ્રેમમાં પડી જશો.

એનાસ્તાસિયા ન્યાઝેવાના ચિત્રો પર તમે ‘મોસ્ટ બ્યુટીફુલ ગર્લ ઇન ધ વર્લ્ડ’ અને ‘બ્લ્યુ આઈઝ સાથે રશિયન ગર્લ’ જેવી મોટાભાગની ટિપ્પણીઓ જોઈ શકો છો. કેટલાક ચાહકો લખે છે – ‘મને લાગે છે કે તે વિશ્વની સૌથી સુંદર છોકરી છે’.

તમને જણાવી દઈએ કે એનાસ્તાસિયા પહેલા ફ્રાન્સની થાઈલેન બ્લોન્ડેઉ દુનિયાની સૌથી સુંદર છોકરી હતી. થાઇલેન હવે 20 વર્ષની છે. ફ્રેન્ચ વોગે 6 વર્ષની ઉંમરે થાઈલેનને વિશ્વની સૌથી સુંદર છોકરીનું બિરુદ આપ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Thylane ? (@thylaneblondeau)

એનાસ્તાસિયા ન્યાઝેવાની વધુ તસવીરો જુઓ: