india-shrilanka

શું તમે જાણો છો કે ભારતના ‘નકશા’ પર શ્રીલંકા હંમેશા કેમ દેખાય છે.

જાણવા જેવુ

વિશ્વના દરેક દેશનો અલગ-અલગ નકશો હોય છે અને તમામ દેશોના સત્તાવાર નકશામાં માત્ર તે જ દેશ દર્શાવવામાં આવે છે. પરંતુ, ભારતના નકશાની વાત અલગ છે. તમે ઘણીવાર ભારતના નકશાના અંતમાં શ્રીલંકા જોયું જ હશે. જ્યારે બંને અલગ અલગ દેશ છે.

આમ છતાં શ્રીલંકા હંમેશા ભારતના નકશા સાથે જોડાયેલું છે. હવે તમારા મનમાં સવાલ ઉઠતો જ હશે કે શું પડોશી દેશ હોવાના કારણે આવું થયું છે? પરંતુ પાકિસ્તાન અને ચીન પણ ભારતના પડોશી દેશો છે. આમ છતાં ભારતના નકશામાં માત્ર શ્રીલંકા જ કેમ બતાવવામાં આવે છે, પાકિસ્તાન અને ચીનને કેમ નહીં?

ખરેખર, ભારતના નકશામાં શ્રીલંકાને દર્શાવવું ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આમ ન કરવું એ કાયદાકીય ગુનો છે. સમુદ્રના કાયદા હેઠળ ભારતના નકશામાં શ્રીલંકાને દર્શાવવું ફરજિયાત છે. આ કાયદો બનાવવાની પહેલ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવી હતી.

સંયુક્ત રાષ્ટ્રના સમુદ્રના કાયદા અનુસાર, જો કોઈ દેશની સમુદ્ર સાથે સરહદ હોય, તો 200 નોટિકલ માઈલ સુધીનો વિસ્તાર એટલે કે સરહદથી 370 કિલોમીટર સુધીનો વિસ્તાર તે દેશનો દરિયાઈ વિસ્તાર માનવામાં આવે છે.

શ્રીલંકા આ શ્રેણીમાં આવે છે. ભારતના ધનુષકોડીથી શ્રીલંકાનું અંતર માત્ર 18 માઈલ છે. એટલા માટે સમુદ્રના કાયદાને કારણે ભારતના નકશામાં શ્રીલંકા બતાવવામાં આવ્યું છે.

હકીકતમાં, 1956માં, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સમુદ્રના કાયદા પર સંયુક્ત રાષ્ટ્ર સંમેલન (UNCLOS-I) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં ઘણા દેશોએ ભાગ લીધો હતો. આમાં થયેલી વાતચીતનું પરિણામ 1958માં આવ્યું. આ દરમિયાન તમામ દેશોની દરિયાઈ સીમાઓને લઈને સંધિઓ અને કરારો પર કાયદા બનાવવામાં આવ્યા હતા.

1973 થી 1982 સુધી, ત્રીજું સંમેલન (UNCLOS-III) યોજાયું અને તેમાં સમુદ્ર સંબંધિત આંતરરાષ્ટ્રીય કાયદાઓને માન્યતા આપવામાં આવી. આમાંનો એક કાયદો સમુદ્રનો કાયદો છે, જે અંતર્ગત દેશના નકશામાં તે દેશની બેઝ લાઇનથી 200 નોટિકલ માઇલની મર્યાદા દર્શાવવી ફરજિયાત છે.

તમને જણાવી દઇએ કે એક નોટિકલ માઇલમાં 1.824 કિલોમીટર છે. આ કિસ્સામાં, 200 નોટિકલ માઇલ 370 કિલોમીટર છે.