abhinandan

પાકિસ્તાનનું F-16 વિમાન તોડી પાડનાર વિંગ કમાન્ડર અભિનંદનને મળ્યું પ્રમોશન, ગ્રુપ કેપ્ટન બન્યા.

ખબર હટકે

ડોગફાઈટમાં પાકિસ્તાનના F-16ને મારનાર વિંગ કમાન્ડર અભિનંદનને મોટું પ્રમોશન મળ્યું છે. ભારતીય વાયુસેનાએ હવે તેમને ગ્રુપ કેપ્ટન બનાવ્યા છે. અભિનંદનને મિગ-21 વિમાનમાંથી એફ-16 તોડી પાડનાર એકમાત્ર પાઇલટ તરીકે પણ ઓળખવામાં આવે છે. 2004માં તેમને ફાઈટર પાઈલટ તરીકે કમિશન આપવામાં આવ્યું હતું.

પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પર હવાઈ હુમલા દરમિયાન તેણે પાકિસ્તાની વાયુસેનાના ફાઈટર જેટ F-16ને તોડી પાડ્યું હતું. આ પછી પાકિસ્તાની વાયુસેનાએ તેમના વિમાન મિગ-21ને નિશાન બનાવ્યું હતું.

આ દરમિયાન તે પેરાશૂટ દ્વારા પીઓકેમાં ઉતર્યો અને તેને બંદી બનાવી લેવામાં આવ્યા. જોકે બાદમાં પાકિસ્તાને તેને છોડવો ડયા હતા. જ્યારે અભિનંદનને સુરક્ષિત મુક્ત કરીને ભારત પરત ફર્યા હતા. તે સમયે પણ સમગ્ર દેશે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

તેના બોલ્ડ રોલ અને જોબ રેકોર્ડને જોતા હવે તેને પ્રમોશન આપવામાં આવ્યું છે. ટૂંક સમયમાં અભિનંદન ગ્રૂપ કેપ્ટનનું પદ સંભાળશે. તેમને વીર ચક્ર પણ એનાયત કરવામાં આવ્યા છે.