tesla electric car

ટેસ્લાની ઇલેક્ટ્રિક ગાડીઓ ભારતમાં લોન્ચ થશે ! કિમત કેટલી હશે?

ટેક્નોલૉજી

વિશ્વભરમાં ઇલેક્ટ્રિક કારની માંગ વધી રહી છે. તાજેતરમાં યુ.એસ.ની મોટી ઇલેક્ટ્રિક વ્હિકલ ઉત્પાદક ટેસ્લાએ સત્તાવાર રીતે ભારત આવવાની જાહેરાત કરી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ખુદ કંપનીના ભારતમાં આગમનની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે આ વર્ષથી કંપની ભારતમાં તેની કારનું વેચાણ શરૂ કરશે. પરંતુ ટેસ્લાની ઇલેક્ટ્રિક ગાડીઓ ભારતમાં આવતા પહેલા પાડોશી દેશ નેપાળ પહોંચી ગઈ છે.

જો કે, ટેસ્લાની સત્તાવાર રીતે નેપાળમાં લોન્ચ કરવામાં આવી નથી, તેના કેટલાક મોડેલ પહેલેથી જ નેપાળમાં હાજર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટેસ્લાથી લગભગ 7 ઇલેક્ટ્રિક ગાડીઓ નેપાળ પહોંચી છે. જેમાં 4 ગાડી લાંબી રેન્જ સાથેના મોડેલ એક્સ અને 3 ગાડી ટૂંકી અંતરવાળી મોડેલ 3 છે.

ARETE ઇન્ટરનેશનલની સત્તાવાર માહિતી અનુસાર, તેના 5 મોડેલો વેચાઇ ચૂક્યા છે. કંપની નેપાળમાં ટેસ્લાની ઇલેક્ટ્રિક કારનું માર્કેટિંગ કરે છે. તમને જણાવી દઈએ કે મોડેલ X ની કિંમત 3.5 કરોડ રૂપિયા (નેપાળી ચલણ) છે અને મોડેલ 3 ની કિંમત રૂપિયા 1.25 કરોડ (નેપાળી ચલણ) નક્કી કરવામાં આવી છે.

ખરેખર, આ ટેસ્લા કાર દક્ષિણ ચીનથી આયાત કરવામાં આવી રહી છે અને નેપાળ લાવવામાં આવી રહી છે. જો કે, હાલમાં નેપાળમાં ટેસ્લા પાસે કોઈ ઓફિશિયલ ડીલરશીપ અથવા સર્વિસ આઉટલેટ્સ નથી. પરંતુ આ હોવા છતાં પણ લોકો આ મોંઘી ઇલેક્ટ્રિક કારમાં રસ દાખવી રહ્યા છે. હિમાલયન ટાઇમ્સમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ, તાજેતરમાં નેપાળમાં નવી નીતિ લાગુ કરવામાં આવી છે, જેના આધારે કોઈ પણ ઓટો ડીલર કોઈપણ બ્રાન્ડના વાહનો આયાત કરી શકે છે. આ માટે તેણે 30 ટકા વધારાની ડ્યુટી ચૂકવવી પડશે.

હાલમાં કાઠમંડુના દરબાર મોલમાં મોડેલ X ને ડિસ્પ્લે પર મૂકવામાં આવ્યું છે. જ્યાં ગ્રાહકો આ કારની સુવિધા, ટેકનોલોજી અને ભાવ વગેરે વિશે સંપૂર્ણ માહિતી ARETEના અધિકારીઓ પાસેથી મેળવી શકશે. તે પણ અહેવાલ છે કે ટેસ્લાના અન્ય 15 મોડેલો નેપાળમાં બુક કરાયા છે અને કારનું વેઇટિંગ હાલમાં લગભગ 2 મહિનાનું છે. ઓછી કિંમત અને સારી રેંજને કારણે મોડેલ 3 ઇલેક્ટ્રિક કારને સૌથી વધુ પસંદ કરવામાં આવી રહી છે.

વધું વાંચો…