ગયા વર્ષે 2020માં ભારતમાં PUBG મોબાઇલ વિડિઓ ગેમ પર પ્રતિબંધ મૂકાયો હતો. ભારત સરકારે સલામતીના કારણોસર 200 જેટલી ચાઇનીઝ એપ્લિકેશંસ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેમાં પબજીનો પણ સમાવેશ થતો હતો. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે પબજી પરના પ્રતિબંધ બાદ ચીની કંપની ટેન્સન્ટને કેટલું નુકશાન સહન કરવું પડ્યું છે.
PUBG Corp અને Tencentને નુકસાન થયું
PUBG મોબાઇલ પર પ્રતિબંધ હોવાને કારણે PUBGના ફેન અને ગેમિંગ સમુદાયને મોટું નુકસાન થયું છે. સૌથી વધુ નુકસાન પબજી કોર્પોરેશન અને ચીની કંપની ટેન્સન્ટને થયું છે.
નુકસાનના સમાચાર આવવા લાગ્યા છે
શરૂઆતમાં, PUBG Corp અને ટેન્સન્ટે અંદાજ આપ્યો ન હતો કે PUBG મોબાઇલ પર પ્રતિબંધ હોવાને કારણે કેટલું નુકસાન થયું છે. પરંતુ હવે કેટલાક અહેવાલો ભારતમાં પ્રતિબંધ બાદ આ કંપનીઓને થયેલા નુકસાનનો દાવો કરી રહ્યા છે.
કરોડનું નુકસાન
ઇનસાઇડ સ્પોર્ટ્સના રિપોર્ટ અનુસાર, ભારતમાં પ્રતિબંધને કારણે ટેન્સન્ટને પહેલા બે દિવસમાં લગભગ 34 અબજ ડોલર(24,850 કરોડ રૂપિયા)નું નુકસાન થયું છે. અગાઉ, યુએસમાં વીચેટ પરના પ્રતિબંધને કારણે ટેન્સન્ટને 66 અબજનું નુકસાન થયું હતું.
PUBG એ પણ Tencentને આંચકો આપ્યો
પ્રતિબંધ બાદ, પબજી કોર્પે ભારત પાછા ફરવા માટે ટેનસન્ટ સાથેની ભાગીદારીનો અંત કર્યો હતો. આનાથી ટેન્સન્ટને વધુ નુકસાન થયું છે.
ભારતમાં પુનરાગમન માટે પ્રયાસો ચાલુ
PUBG મોબાઇલ હાલમાં ભારતમાં પુનરાગમન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. કંપની પબજી મોબાઈલ ઈન્ડિયાના નામથી ભારતમાં પુનરાગમન કરવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ હજી સુધી કેન્દ્ર સરકારની મંજૂરી મળી નથી. PUBG કોર્પે PUBG મોબાઇલ ઇન્ડિયાને ભારતીય કંપની તરીકે નોંધણી કરાવી છે. એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં પરવાનગી આપવામાં આવી શકે છે.