આઇસલેન્ડના જ્વાળામુખી ફાટવાના ઘણા વીડિયો આ દિવસોમાં વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે આ જ્વાળામુખી મોટા પાયે લાવા ફેલાઇ રહ્યો છે. આઇસલેન્ડમાં પણ જ્વાળામુખી ફાટવાના કારણે ઘણા ભૂકંપનો અનુભવ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં જ્વાળામુખી ઉપર સંશોધન કરવા જતી વૈજ્ઞાનિકોની એક ટીમનો વિડીયો ઝડપથી વાયરલ થઈ રહયો છે.
ઘણા લોકો આઇસલેન્ડના જ્વાળામુખી જોવા માટે આવે છે. આ રીતે, વૈજ્ઞાનિકોની એક ટીમ પણ આ જ્વાળામુખીના સંશોધન માટે ત્યાં પહોંચી ગઈ. સંશોધન દરમિયાન વૈજ્ઞાનિકોની આ ટીમને ભૂખ લાગી. આ સમય દરમિયાન, તેણે કંઈક એવું કર્યું જે જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.
જુઓ વિડિયો
વૈજ્ઞાનિકોને ભૂખ લાગતાં એક વૈજ્ઞાનિકે હોટડોગ કાઢ્યોયો હતો. તેમની પાસે તેને ગરમ કરવા માટે કંઈ જ નહોતું. તેઓએ તેને ગરમ કરવાની એક અલગ રીત વિશે વિચાર્યું. ત્યારબાદ વૈજ્ઞાનિકોએ જ્વાળામુખી પર હોટડોગ અને ચિકન સોસ ગરમ કર્યો. વિડિઓમાં તમે જોઈ શકો છો કે વૈજ્ઞાનિકોની ટીમ લાવા પર હોટ ડોગને ગરમ કરી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો 2 લાખ 48 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે.
આ જ્વાળામુખી આઇસલેન્ડની રાજધાની રેકવાકની દક્ષિણ પશ્ચિમમાં સ્થિત છે. આ સમયગાળા દરમિયાન આ જ્વાળામુખી ફાટવાના ઘણા વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ જ્વાળામુખી વર્ષ 2010માં પણ સક્રિય હતો.