hair

ધોનીની નવી હેરસ્ટાઇલ જોઈને ચાહકો થયા પાગલ, કહ્યું કઈક આવું….

ખેલ જગત

એમએસ ધોની ઉર્ફે કેપ્ટન કૂલ. તેઓ ભલે રમતના મેદાનથી દૂર હોય પરંતુ લોકોના દિલથી નહીં. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ઘણીવાર સોશિયલ મીડિયા પર ટ્રેડિંગમાં હોય છે. ધોનીએ તેના ચાહકોને વધુ એક સરપ્રાઈઝ આપી.

આ સમયે ધોનીની નવી હેરસ્ટાઇલ અંગે ચર્ચા થઈ રહી છે. ધોની આ હેરસ્ટાઇલમાં કોઈ રોકસ્ટારથી ઓછો દેખાતો નથી.

સેલિબ્રિટી હેરસ્ટાઇલિસ્ટ, આલીમ હકીમે શુક્રવારે ધોનીના નવા લૂકની તસવીર શેર કરી અને તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ. ધોનીની હેરસ્ટાઇલ તેની ક્રિકેટ કારકિર્દી દરમિયાન પણ ખૂબ પ્રખ્યાત બની હતી. ધોનીના લાંબા વાળ હોય કે ટૂંકા વાળ, તે હંમેશા ચાહકોનો પ્રિય રહે છે.

તસવીરો જોઈને કેપ્ટન કૂલના ચાહકોએ પ્રશંસાનો પુલ બાંધી દીધો છે. જુઓ ચાહકોએ શું પ્રતિક્રિયા આપી હતી.