avni

ટોક્યો પેરાલિમ્પિક્સ : અવની લેખરાએ ગોલ્ડ જીતીને ઈતિહાસ રચ્યો, ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા.

ખેલ જગત

અવની લેખરાએ ટોક્યો પેરાલિમ્પિક્સ 2020માં ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે. લેખરાએ 10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ SH1 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. લેખરાનો અંતિમ સ્કોર 249.6 હતો.

આ મેડલ સાથે અવની ગોલ્ડ મેડલ જીતનાર ભારતની પ્રથમ મહિલા પેરાલિમ્પિયન બની ગઈ છે અને એક નવો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે. ધીમી શરૂઆત બાદ અવનીએ રમતમાં પોતાની પકડ મજબૂત કરી. અવની ક્વોલિફિકેશન રાઉન્ડમાં સાતમા ક્રમે રહી હતી. ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતનો આ ચોથો મેડલ છે.

દેશના ઘણા મોટા નેતાઓ સહિત દેશવાસીઓએ અવનીને તેની જીત માટે અભિનંદન પાઠવ્યા છે: