douglas

ગજબ : આ માણસે એક જ ટમેટાની ડાળીમાં 839 ટામેટા ઉગાડીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. જુઓ તસ્વીરો.

ખબર હટકે

દુનિયાભરના લોકો અદ્ભુત વર્લ્ડ રેકોર્ડ બનાવે છે. કોઈએ 1 મિનિટમાં તમે કેટલું ખાઈ શકો છો તેનો રેકોર્ડ બનાવ્યો છે, જ્યારે કોઈએ 1 કલાકમાં સૌથી વધુ વાનગીઓ બનાવી છે.

એક અંગ્રેજ માળીએ એક અલગ રેકોર્ડ બનાવ્યો. ઇંગ્લેન્ડના સ્ટેનસ્ટેડ એબોટ્સ પ્રદેશના ડગ્લાસ સ્મિથે એક જ ટામેટાના ડાળમાં 839 ટામેટા ઉગાડવાનો રેકોર્ડ બનાવ્યો છે.

અગાઉ આ રેકોર્ડ ગ્રેહામ ટેન્ટરના નામે હતો. 2010માં, ગ્રેહામે એક જ દાંડીમાંથી 448 ટામેટાં ઉગાડ્યા. ડગ્લાસે ગ્રેહામનો 11 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે અને બમણા ટામેટાં ઉગાડ્યા છે.

ડગ્લાસે ટ્વિટર પર પોતાની સફળતાની જાહેરાત કરી અને લખ્યું,

“આજે મેં એક જ દાંડી પર સૌથી વધુ ટામેટાં ઉગાડવા માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કર્યો. અગાઉનો રેકોર્ડ 488 ટામેટાંનો હતો અને મેં 839 ટામેટાં ઉગાડ્યા છે. ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડના જવાબની રાહ જોઇ રહ્યો છે.”

ડગ્લાસ IT માં કામ કરે છે અને તેણે ટામેટાના બીજ વાવ્યા હતા. દર અઠવાડિયે તે 3-4 કલાક બાગકામમાં વિતાવતો હતો. આ વર્ષે માર્ચમાં, તેમણે ટામેટાં ઉગાડવાનું શરૂ કર્યું અને છોડને ગ્રીનહાઉસમાં રાખ્યો.

2020માં પણ ડગ્લાસ પ્રસિદ્ધિમાં આવ્યો. તેણે 3.1 કિલો અને 27.5 પરિઘના વિશ્વના સૌથી મોટા ટામેટા ઉગાડ્યા હતા.