મહારાષ્ટ્રના પાલઘરનો એક માછીમાર રાતોરાત કરોડપતિ બની ગયો. એક અહેવાલ મુજબ 157 ઘોલ માછલીઓ આ માછીમારની જાળમાં ફસાઈ ગઈ છે.
પાલઘર જિલ્લાના મુર્બે ગામના ચંદ્રકાંત તારે ચોમાસાને કારણે માછીમારી પરનો પ્રતિબંધ હટાવ્યા બાદ 28 ઓગસ્ટના રોજ પ્રથમ વખત તેમની બોટ સમુદ્રમાં લીધી હતી. માછીમારી કરતી વખતે, તેને લાગ્યું કે તેની જાળ ખૂબ ભારે થઈ ગઈ છે, તેણે તરત જ જાળીને પાણીમાંથી બહાર કાઢી.
બોટ પર હાજર અન્ય લોકો માની ન શક્યા કારણ કે ચંદ્રકાંતની જાળમાં લગભગ 157 ઘોલ માછલીઓ ફસાઈ ગઈ હતી.
ઘોલ માછલી માત્ર તેના સ્વાદ માટે જ નથી, પરંતુ તેમાં એવા તત્વો પણ છે જે ઘણા રોગોને મટાડે છે. વિશ્વના ઘણા દેશોમાં આ માછલીની માંગ છે. માછલીના ઘણા ભાગોમાંથી દવાઓ અને અન્ય વસ્તુઓ બનાવવામાં આવે છે.
આ માછલીને ‘ધ ફિશ વિથ ધ હાર્ટ ઓફ ગોલ્ડ'(સોનાના હ્રદયવાળી માછલી) પણ કહેવામાં આવે છે.