દુનિયામાં એવા ઘણા બધા રહસ્યો છે, જેના વિશે આપણને ખબર નથી હોતી. આવું જ એક રહસ્ય છે સાયપ્રસનું વરોશા શહેર, જે એક સમયે વસવાટ માટે જાણીતું હતું, પરંતુ હવે આ શહેરમાં કોઈ રહેતું નથી. વરોશા શહેર વિશ્વના સૌથી મોટા ઘોસ્ટ ટાઉન (ભૂતનું શહેર) તરીકે પણ ઓળખાય છે.
અહીં ઉંચી ઉંચી બિલ્ડીંગો તો બનાવી છે, પરંતુ અહીં કોઈ રહેતું નથી. શહેરમાં હોટલો, રહેણાંક મકાનોથી માંડીને બાર અને રેસ્ટોરન્ટ્સ સુધીનું બધું જ હવે ખંડેરમાં ફરી રહ્યું છે.

ફામગસ્તા વિસ્તારના વરોશામાં નાના વિસ્તારને બાદ કરતાં, અહીંના મોટાભાગના દરિયાકિનારાના પ્રદેશો કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. કાંટાળી વાડમાં કેદ કરાયેલા, આ શહેરમાં પ્રવેશવાની વાત તો ખૂબ દૂરણી છે, જો કોઈ બહારથી કોઈ ફોટો લેવાનો પ્રયત્ન કરે છે, તો તેની ધરપકડ કરી લેવામાં આવે છે.
રિપોર્ટ અનુસાર, 45 વર્ષ પહેલાં આ શહેરની વસ્તી 40,000 આસપાસની હતી, પરંતુ 1974માં, એક ડરને કારણે આખું શહેર રાતોરાત ખાલી કરાવ્યું હતું. આ શહેરને અડીને આવેલા બાકીના શહેરો દિવસ-રાત પ્રકાશિત રહે છે, પરંતુ તે સંપૂર્ણ નિર્જન છે.

હકીકતમાં, સાયપ્રસ પર તુર્કી સૈન્ય દ્વારા જુલાઈ 1974માં ગ્રીસ રાષ્ટ્રવાદીઓની બળવાના વિરોધમાં હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ નરસંહાર અને અહીં રહેતા લોકોના ડરને કારણે એક જ રાતમાં આખું શહેર ખાલી થઈ ગયું હતું અને લોકોએ આસપાસના શહેરોમાં આશરો લીધો હતો.
તુર્કિના હુમલાને લીધે સાયપ્રસ બે ભાગમાં વહેંચાઈ ગયા હતા : ગ્રીસ સાયપ્રસ અને તુર્કી સાયપ્રસ. વરોશા શહેર હાલમાં તુર્કી સૈન્યના કબજા હેઠળ છે. અહીં ફક્ત તુર્કી પેટ્રોલિંગ ટીમ જ આવી શકે છે. આ સિવાય અહીં કોઈને પણ આવવાની છૂટ નથી.