સમીર વાનખેડે… હવે આ નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) સિંઘમ સમીર વાનખેડેએ ‘ડ્રગ્સ કેસ’માં બોલિવૂડના સ્ટાર્સને ધોળા દિવસે તારા બતાવી દીધા છે. બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરીને મોકલનાર અધિકારી NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે હતા. શાહરૂખે પોતાના પુત્રને જેલમાંથી બહાર કાઢવા માટે તમામ પ્રયાસો કર્યા હતા.
આ પહેલીવાર નથી કે જ્યારે NCB ચીફ સમીર વાનખેડે દ્વારા બોલિવૂડની કોઈ સેલિબ્રિટીને કૉર્ટ કરવામાં આવી હોય. આ પહેલા પણ સમીર વાનખેડેની ટીમ બોલિવૂડના ઘણા સ્ટાર્સની અલગ-અલગ કેસમાં પૂછપરછ કરી ચૂકી છે. આ દરમિયાન તેણે કેટલાક સેલેબ્સ પર ભારે દંડ પણ ફટકાર્યો હતો. ચાલો જાણીએ કે એવા કયા બોલિવૂડ સ્ટાર્સ છે જે સમીર વાનખેડેના રડારમાં આવ્યા છે.
1- શાહરૂખ ખાન
આ યાદીમાં પહેલું નામ બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનનું આવે છે. 2011માં કિંગ ખાનને મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે વધુ પડતા સામાન માટે રૂ. 1.5 લાખનો દંડ ફટકાર્યો હતો. ત્યારે સમીર વાનખેડે કસ્ટમ ટીમનું નેતૃત્વ કરી રહ્યાં હતા.
2- રણબીર કપૂર
વર્ષ 2013માં સમીર વાનખેડેએ રણબીર કપૂર પર 60,000 રૂપિયાનો દંડ લગાવ્યો હતો. વાસ્તવમાં, રણબીર એ માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો જ્યાંથી માત્ર એરપોર્ટ સ્ટાફને જ જવાની મંજૂરી છે. રણબીરને આ નાની ભૂલની ભારે કિંમત ચૂકવવી પડી હતી.
3- અનુષ્કા શર્મા
વર્ષ 2011માં સમીર વાનખેડેએ બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. આ દરમિયાન કસ્ટમ વિભાગે અનુષ્કાની લગભગ 11 કલાક સુધી પૂછપરછ કરી હતી.
4- કેટરિના કૈફ
વર્ષ 2012માં સમીર વાનખેડેએ બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ પર 12,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કેટરિના કોઈપણ સામાનનો દાવો કર્યા વિના મુંબઈ એરપોર્ટથી બહાર નીકળી ગઈ હતી. આ દરમિયાન સમીર વાનખેડેની ટીમે તેને પકડી લીધી હતી.
5- બિપાશા બાસુ
બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુ સમીર વાનખેડેની ટીમ દ્વારા મુંબઈ એરપોર્ટ પરથી 60 લાખ રૂપિયાની કિંમતી ચીજવસ્તુઓ સાથે કોઈ નોટિસ આપ્યા વિના જતી વખતે પકડાઈ હતી. ત્યારબાદ કસ્ટમ વિભાગે તેના પર 12,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
6- વિવેક ઓબેરોય
બોલિવૂડ સ્ટાર વિવેક ઓબેરોયને વર્ષ 2013માં સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટે સર્વિસ ટેક્સની ચોરી કરતા પકડ્યો હતો. તે સમયે આ વિભાગના ડેપ્યુટી કમિશનર સમીર વાનખેડે હતા.
7- મીકા સિંહ
વર્ષ 2013માં મિકા સિંહ જ્યારે બેંગકોકથી પરત ફરતી વખતે મુંબઈ એરપોર્ટથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે સમીર વાનખેડેના રડારમાં આવ્યા હતા. આ દરમિયાન તેની બેગમાં રૂ. 9 લાખનો સામાન હતો, જેની જાણ કર્યા વગર તે જતો રહ્યો હતો.
8- રિયા ચક્રવર્તી
સુશાંત સિંહ રાજપૂત કેસમાં ‘ડ્રગ્સ એંગલ’ શોધવાનો શ્રેય સમીર વાનખેડેને જાય છે. આ કેસમાં સમીરે પહેલા રિયા ચક્રવર્તીની ધરપકડ કરી હતી, ત્યારબાદ તેના ભાઈ શૌવિકની પણ ધરપકડ કરવામાં આવી હતી.
9- દીપિકા પાદુકોણ
સુશાંત સિંહ રાજપૂત કેસમાં ‘ડ્રગ્સ એંગલ’ આવ્યા બાદ બોલિવૂડમાંથી સૌથી મોટી ધરપકડ દીપિકા પાદુકોણની હતી. આ દરમિયાન સમીર અને તેની ટીમે ઘણા દિવસો સુધી દીપિકાની પૂછપરછ કરી.
10- સારા અલી ખાન
સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સના સેવનમાં રિયા ચક્રવર્તીનું નામ આવ્યા બાદ NCBએ સારા અલી ખાનની પણ પૂછપરછ કરી હતી. આ દરમિયાન સારાએ સુશાંત સાથેના તેના સંબંધો અને તેની સાથે ડ્રગ્સ લેવાનું કબૂલ્યું હતું.
આ સિવાય સમીર વાનખેડેની ટીમે બોલિવૂડના ઘણા સ્ટાર્સની પણ અલગ-અલગ કેસમાં પૂછપરછ કરી છે.