saba-aazad

એક્ટિંગથી લઈને સિંગિંગ સુધી બધે જ પોતાની ખ્યાતિ ફેલાવનાર સબા આઝાદ કોણ છે, જેનું નામ હૃતિક રોશન સાથે ચર્ચાય રહ્યું છે.

બોલીવુડ

બોલિવૂડ સાથે જોડાયેલા કેટલા સમાચાર અફવા છે અને કેટલા સાચા છે તે શોધવું ખૂબ જ મુશ્કેલ છે. ઉદાહરણ તરીકે, હૃતિક રોશન અને સબા આઝાદ વચ્ચેના સંબંધોને લઈને ઘણી વાતો થઈ રહી છે. વાસ્તવમાં, બંને મુંબઈની એક રેસ્ટોરન્ટમાં સાથે જોવા મળ્યા હતા, ત્યારે જ આવી વાતો શરૂ થઈ હતી.

કહેવામાં આવી રહ્યું છે કે બંને એકબીજાની ખૂબ નજીક આવી ગયા છે. હૃતિકનો પરિવાર પણ સબા આઝાદને પસંદ કરે છે. થોડા દિવસો પહેલા રિતિકના ઘરેથી સબા માટે ખાવાનું પણ મોકલવામાં આવ્યું હતું, જેના વિશે સબાએ એક પોસ્ટ શેર કરી હતી.

જોકે, રિતિક કે સબાએ આ રિલેશનશિપ વિશે કંઈપણ જાહેર કર્યું નથી. પરંતુ અહેવાલ મુજબ બંનેના નજીકના મિત્રએ જણાવ્યું કે રિતિક અને સબા એકબીજાને પસંદ કરે છે. સબાએ હૃતિકના ઘરે એક નાનું સિંગિંગ સેશન પણ કર્યું હતું. અભિનેતાના પરિવારને પણ તે ખૂબ ગમ્યું. બંને સાથે છે, પરંતુ અત્યારે તેઓ કોઈ ઉતાવળ કરવા માંગતા નથી. જો કે, ઘણા લોકો હજુ પણ નથી જાણતા કે સબા આઝાદ કોણ છે. તો ચાલો હવે જાણીએ.

કોણ છે સબા આઝાદ?
દિલ્હીમાં જન્મેલી સબા આઝાદ છેલ્લા કેટલાક વર્ષોથી ઈન્ડસ્ટ્રીનો એક ભાગ છે. જોકે તે પસંદગીની ફિલ્મો અને વેબ શોમાં દેખાય છે, તે થિયેટરમાં ખૂબ જ સક્રિય છે. પીઢ થિયેટર આર્ટિસ્ટ સફદર હાશ્મીની ભત્રીજી સબાએ નાનપણથી જ થિયેટરમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Saba Azad (@sabazad)

સબા એક પ્રશિક્ષિત ઓડિસી ડાન્સર પણ છે. ઉપરાંત, અન્ય નૃત્ય સ્વરૂપોમાં પણ નિષ્ણાત છે. સ્કૂલ પછી તરત જ તેણે ટૂંકી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. તેણી કેડબરી, વોડાફોન, પોન્ડ્સ, મેગી, કિટ કેટ, ટાટા સ્કાય, ગૂગલ, સનસિલ્ક, નેસકેફે, એરટેલ, ક્લીન એન્ડ ક્લિયર, વેસ્ટસાઇડ અને અન્ય ટીવી કમર્શિયલ્સમાં પણ જોવા મળી છે.

સબાએ 2008માં ફિલ્મ ‘દિલ કબડ્ડી’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે ઈરફાન ખાન, સોહા અલી ખાન, રાહુલ બોસ અને કોંકણા સેન શર્મા જેવા મોટા કલાકારો હતા. જોકે, તેને 2011માં આવેલી ફિલ્મ ‘મુઝસે ફ્રેન્ડશિપ કરોગે’માં લીડ રોલ મળ્યો હતો. તેણે વેબ સિરીઝ લેડીઝ રૂમ (2016)માં ડિંગોનું પાત્ર પણ ભજવ્યું હતું. સબાએ 2021માં ‘ફીલ્સ લાઈક ઈશ્ક’માં પણ કામ કર્યું હતું. તે ગયા મહિને SonyLIV પર રિલીઝ થયેલી ‘રોકેટ બોયઝ’માં પણ જોવા મળી છે.

 

View this post on Instagram

 

A post shared by Saba Azad (@sabazad)

તમને જણાવી દઈએ કે, અભિનેત્રી હોવા ઉપરાંત તે એક મહાન ગાયિકા અને સંગીતકાર પણ છે. તેણે ઘણી ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો છે. સબાએ નૌટંકી સાલા, ધૂમ, ડિટેક્ટીવ વ્યોમકેશ બક્ષી, શાનદાર, મેં ઔર ચાર્લ્સ, કારવાં અને મર્દ કો દર્દ નહીં હોતા માટે ગીતો પણ ગાયા છે. આ ઉપરાંત, તે મુંબઈ સ્થિત ઈલેક્ટ્રો ફંક ડ્યુઓ મેડબોય/મિંકનો પણ એક ભાગ છે.

હવે જોઈએ કે હૃતિક અને સબા આઝાદ વિશેના આ સમાચાર માત્ર ગોસિપ પૂરતા જ સીમિત છે કે પછી તે વાસ્તવિકતા બની જાય છે.