aish

આ છે બોલિવૂડની 7 સૌથી અમીર અભિનેત્રીઓ, તેમની કમાણી સાંભળીને મોંઢામાં આંગળા નાખી દેશો.

બોલીવુડ

બોલિવૂડમાં ઘણીવાર એવું સાંભળવા મળે છે કે અભિનેત્રીઓને ઓછી ફી આપવામાં આવે છે. લોકોનું કહેવું છે કે અભિનેત્રીઓને એક ફિલ્મ માટે અભિનેતાઓ કરતાં ઓછો પગાર આપવામાં આવે છે, જ્યારે તેઓ સખત મહેનત કરે છે. તો બીજી તરફ બોલિવૂડની કેટલીક અભિનેત્રીઓ એવી છે જેમણે પોતાના દમ પર ઘણું નામ અને સંપત્તિ કમાઈ છે.

તે માત્ર ફિલ્મો જ નહીં પરંતુ જાહેરાતોમાંથી પણ ઘણી સંપત્તિ કમાઈ રહી છે. ચાલો જાણીએ બોલિવૂડની ટોચની અભિનેત્રીઓની કુલ સંપત્તિ વિશે જે કમાણીના મામલામાં કોઈ અભિનેતાથી ઓછી નથી.

1. ઐશ્વર્યા રાય બચ્ચન
ઐશ્વર્યા રાય બચ્ચન બે દાયકા કરતાં વધુ સમયથી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. એક રિપોર્ટ અનુસાર તેની કુલ સંપત્તિ 100 મિલિયન ડોલર છે. તે ઘણા વર્ષોથી લોરિયલની વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર છે. તેણે હેલ્થ કેર કંપનીમાં લગભગ 5 કરોડ રૂપિયાનું રોકાણ પણ કર્યું છે.

2. પ્રિયંકા ચોપરા
સેલિબ્રિટી નેટ વર્થ અનુસાર, વૈશ્વિક સ્ટાર પ્રિયંકા ચોપરાની કુલ સંપત્તિ 70 મિલિયન ડોલર (રૂ. 518 કરોડ) છે. તેને થોડા દિવસ પહેલા જ પ્રખ્યાત જ્વેલરી બ્રાન્ડ બુલ્ગારીની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી છે. તેણે અમેરિકામાં ‘સોના’ નામની ભારતીય રેસ્ટોરન્ટ પણ ખોલી છે.

3. કરીના કપૂર ખાન
બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાને પણ ઘણી વખત ઈન્ડસ્ટ્રીમાં અસમાન વેતનનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમની કુલ સંપત્તિ 60 મિલિયન ડોલર (રૂ. 450 કરોડ) છે. તેણે પ્રેગ્નન્સીમાં પણ કામ કરીને નવો ટ્રેન્ડ સેટ કર્યો. એક રિપોર્ટ અનુસાર, કરીના લગભગ 15 બ્રાન્ડ્સને પ્રમોટ કરી રહી છે.

4. અનુષ્કા શર્મા
પ્રખ્યાત ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ પણ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ પોતાના દમ પર બનાવી લીધું છે. તેમની કુલ સંપત્તિ 46 મિલિયન ડોલર છે. તે એક ફિલ્મ માટે લગભગ 15 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તેણે ક્લીન સ્લેટ ફિલ્મ્ઝ નામની પ્રોડક્શન કંપની પણ શરૂ કરી છે.

5. દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણ કોકા-કોલા, નાઇકી, લોરિયલ પેરિસ, ચોપાર્ડ, ટિસોટ જેવી ઘણી બ્રાન્ડ માટે જાહેરાત કરે છે. દીપિકાની કુલ સંપત્તિ 40 મિલિયન ડોલર છે.

6. કેટરિના કૈફ
કેટરિના કૈફની કુલ સંપત્તિ 30 મિલિયન ડોલર છે. તે રીબોક, ટ્રોપીકાના, લેન્સકાર્ટ, મેટ્રો શુઝ, ઓપ્પો જેવી ઘણી બ્રાન્ડ માટે જાહેરાત કરે છે.

7. કાજોલ
બોલિવૂડ એક્ટ્રેસ કાજોલ પણ કોઈથી ઓછી નથી. તેમની કુલ સંપત્તિ લગભગ 16 મિલિયન ડોલર છે. તે ચાર્મિસ, જોયાલુક્કાસ જ્વેલરી, વ્હર્લપૂલ ઈન્ડિયા જેવી ઘણી કંપનીઓ માટે જાહેરાત કરે છે. તેણે ફિલ્મોમાં કમબેક કરીને ઘણી કમાણી પણ કરી છે.