dikri-lagan

દીકરીની પિતાને અરજી, ‘દહેજના પૈસાથી ગર્લ્સ હોસ્ટેલ બનાવો’, પિતાએ આપ્યું 75 લાખનું દાન.

ખબર હટકે

રાજસ્થાનની એક દીકરીએ ખૂબ જ સુંદર દાખલો બેસાડ્યો છે. બારમેડ શહેરની અંજલી કંવરના લગ્ન થવાના હતા. લગ્ન પહેલા અંજલિએ તેના પિતા પાસે કંઈક એવું માંગ્યું જે દેશના દરેક પરિવાર માટે એક ઉત્તમ ઉદાહરણ છે.

કન્યા છાત્રાલય બનાવવા પિતા પાસે માંગ
એક અહેવાલ મુજબ, અંજલિએ પિતા કિશોર સિંહ કાનોડને દહેજ માટે જમા કરેલી રકમથી કન્યા છાત્રાલય બનાવવા વિનંતી કરી.

21 નવેમ્બરે અંજલિના લગ્ન મદન સિંહ ભાટી સાથે થયા હતા. વિદાય પહેલા અંજલિએ મહંત પ્રતાપપુરી મહારાજને એક પત્ર આપ્યો. પત્રમાં અંજલિએ પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી, મહંતે બધાને પત્ર વાંચી સંભળાવ્યો હતો અને બધાએ તાળીઓ પાડીને અંજલિને પ્રોત્સાહિત કરી હતી.

અંજલિના પિતા કિશોર સિંહે બ્લેન્ક ચેક આપતાં કહ્યું હતું કે, જરૂરત મુજબ રકમ ભરી દો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કિશોર સિંહે પહેલા જ ગર્લ્સ હોસ્ટેલ માટે 1 કરોડનું દાન આપ્યું હતું પરંતુ કામ પૂરું કરવા માટે 75 લાખની જરૂર હતી. અંજલિને પણ એ દાન મળ્યું.

થોડા દિવસો પહેલા ગુજરાતની એક દુલ્હનની વાત પણ સામે આવી હતી. શિવાંગી 5માં સેમેસ્ટરની પરીક્ષા આપવા માટે દુલ્હનના ડ્રેસમાં પહોંચી હતી. આ બંને છોકરીઓ ઉદાહરણ છે.