baalika vadhu

“બાલિકા વધુ”ની આનંદીનો ‘જલેબી બેબી’ પર ધમાકેદાર ડાન્સ.જુઓ વિડિયો.

બોલીવુડ

‘બાલિકા વધુ’ ની “આનંદી” એટલે કે અવિકા ગોરએ પોતાના કામથી લોકોના દિલમાં સ્થાન બનાવવામાં કોઈ કસર છોડી નથી. તે હંમેશાં તેના વીડિયો અને ફોટા શેર કરીને ચાહકો સાથે સંકળાયેલી રહે છે. અવિકા ગૌર એક સારી અભિનેત્રી છે સાથે સાથે તે એક મહાન ડાન્સર પણ છે અને તેનો પુરાવો તેના વીડિયોમાં જોવા મળી રહ્યો છે.

જુઓ વિડિયો

અવિકા ગોરનો એક વીડિયો પણ હેડલાઇન્સ બનાવી રહ્યો છે, જેમાં તે કોરિયોગ્રાફર આદિલ ખાન સાથે જલેબી બેબી સોંગ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. અવિકા ગોરે આ વીડિયોને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે, જેને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ પસંદ કરવામાં આવી છે, ચાહકો પણ તેના વિડિયો પર ઘણી કમેંટ પણ કરી રહ્યાં છે. વીડિયોમાં અવિકા ગોર બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે, જેમાં તેનો લુક પણ જોરદાર છે.

કોરિયોગ્રાફર આદિલ ખાન સાથેની તેની કેમિસ્ટ્રી પણ જબરદસ્ત લાગે છે. અવિકા ગોરના આ વીડિયો વિશે કમેંટ કરતાં ચાહકો પણ થાકતા નથી. આ અગાઉ પણ અવિકા ગોરનો એક વીડિયો હેડલાઇન્સમાં હતો, જેમાં તે કેર ની કરદા સોંગ પર ડાન્સ કરતી જોવા મળી હતી.

વધું વાંચો…