kareena kapoor

કરીના કપૂરે એક તસવીર શેર કરીને, કહ્યું – અમે બંને સાથે મળીને …

બોલીવુડ

બોલિવૂડની જાણીતી અભિનેત્રી કરીના કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે હંમેશાં તેના ફોટા અને વીડિયો શેર કરીને ચાહકો સાથે જોડાયેલી રહે છે. કરીના કપૂર પણ ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. હાલમાં જ તેણે તેનો એક ફોટો શેર કર્યો છે, જેમાં તે શૂટિંગના સેટ પર જોવા મળી રહી છે. કરીના કપૂર તેના ફોટામાં બેબી બમ્પ ફ્લન્ટ કરતી જોવા મળી રહી છે. ખાસ વાત એ છે કે થોડા સમય પહેલા શેર કરવામાં આવેલા આ ફોટાને અત્યાર સુધીમાં 6 લાખ 70 હજાર કરતા પણ વધુ લાઈક કરવામાં આવ્યો છે.

કરીના કપૂરે પોતાનો ફોટો શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે, “અમે બંને પુમાના સેટ પર ….” અભિનેત્રીના આ ફોટા પર ચાહકો હાર્ટ શેપ ઇમોજી શેર કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ અગાઉ પણ કરીના કપૂરે તેનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે ઘરે હેરકટ કરતી જોવા મળી હતી. આ વીડિયોમાં પણ કરીના કપૂર તેની બેબી બમ્પ ફ્લન્ટ કરતી જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે જાન્યુઆરી સુધીમાં એક નાનો મહેમાન કરીના કપૂર અને સૈફ અલી ખાનના ઘરે આવી શકે છે. તેણે અને સૈફ અલી ખાને મળીને મીડિયાને અભિનેત્રીની ગર્ભાવસ્થા વિશે માહિતી આપી હતી.

કરીના કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ ઈંગ્લિશ મીડિયમમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં કરીના કપૂરે ઇરફાન ખાન સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં કરીના કપૂરે પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી હતી. આ અગાઉ અભિનેત્રી ગુડ ન્યૂઝમાં પણ જોવા મળી હતી, જેમાં તે દિલજિત દોસાંઝ, અક્ષય કુમાર અને કિયારા અડવાણીની સાથે મુખ્ય ભૂમિકા નિભાવતી જોવા મળી હતી. કરીના કપૂર જલ્દીથી લાલ સિંહ ચઢઢાંમાં જોવા મળશે. ફિલ્મમાં તે આમિર ખાનની સાથે મુખ્ય ભૂમિકા ભજવશે.

વધું વાંચો…