tortoise

બ્રાઝિલના નદી કિનારે કાચબાની સુનામી, 92 હજારથી વધુનો જન્મ. જુઓ વિડિયો

ખબર હટકે

બ્રાઝિલમાં પુરૂસ નદીના કિનારે 92 હજારથી વધુ કાચબાઓનો જન્મ થયો હતો. આનો એક વીડિયો બ્રાઝિલ વન્યપ્રાણી સંરક્ષણ સોસાયટી દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. વન્યપ્રાણી સંરક્ષણ સોસાયટી અનુસાર, આ એક દુર્લભ ઘટના છે કારણ કે આવી ઘટના વિશ્વમાં અમુક સ્થળો પર જ થાય છે. સામાન્ય રીતે આને દક્ષિણ અમેરિકન કાચબાની નદી તરીકે ઓળખવામાં આવે છે.

દાણચોરીને કારણે કાચબાની સંખ્યા ઓછી
માંસ અને ઇંડાની હેરાફેરીને કારણે આ દક્ષિણ અમેરિકન નદીમાં કાચબાની વસ્તી ઘટી રહી છે. બ્રાઝિલિયન વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન સોસાયટીના રિપોર્ટ અનુસાર, સુરક્ષિત વિસ્તારોમાં મોટા પાયે કાચબોનો જન્મ થાય છે. આ વિસ્તારમાં સામાન્ય લોકોને આવવા માટેની મંજૂરી આપવામાં આવતી નથી.

સોસાયટીના સભ્યો સ્ત્રી કાચબાની સંભાળ રાખે છે. લુપ્ત થઈ રહેલી આ પ્રજાતિઓને બચાવવા માટે વન્યપ્રાણી સંરક્ષણ સોસાયટી કામ કરી રહી છે. તેમને સમજવા માટે સંશોધન પણ કરવામાં આવે છે.

જુઓ વિડિયો :

કાચબાઓનો ટોળું ઘણા દિવસોથી જોવા મળતું હતું
વન્યપ્રાણી સંરક્ષણ સોસાયટી અનુસાર, દક્ષિણ અમેરિકન નદીના કાચબા દર વર્ષે સંવર્ધન માટે આવે છે. ઇંડામાંથી બહાર નીકળવામાં મહિનાઓ લાગે છે. ઇંડામાંથી બહાર આવ્યા પછી, તેઓ રેતીમાંથી બહાર આવે છે અને નદી તરફ આગળ વધે એ એક જોવા જેવી ક્ષણ હોય છે. આવું ઘણા દિવસો સુધી થતું જોવા મળે છે. ઇંડામાંથી દરરોજ હજારો કાચબા ટોળાંની જેમ દેખાય છે.

ઇંડામાંથી નદી સુધી પહોંચવાની ક્ષણ યાદગાર
વન્યજીવન સંરક્ષણ સોસાયટીના એક્વેટિક કાચબાના એક્સપર્ટ કહે છે, “ઇંડામાંથી બહાર નીકળીને નદી સુધી પહોંચવાની ક્ષણ આ વિશાળ કાચબા માટે યાદગાર પળ હોય છે.” કાચબાની આ પ્રજાતિને બચાવવા માટે ઘણી મહેનત કરવામાં આવી રહી છે.