daughter-born

પ્રેરણરૂપ કિસ્સો : દીકરીના જન્મની અનોખી રીતે ઉજવણી કરી, 1 લાખ રૂપિયા ખર્ચીને હેલિકોપ્ટરથી ગામ પહોંચ્યા. જુઓ વિડિયો.

ખબર હટકે

મહારાષ્ટ્રના પુણેમાં દીકરીના જન્મ પર માતા-પિતાએ અનોખી રીતે ઉજવણી કરી. પરિવારના પ્રથમ બાળકને અનોખી રીતે ઘરે લાવવામાં આવ્યુ હતું.

રાજલક્ષ્મીનો જન્મ 22 જાન્યુઆરીએ તેમના નાનીઘર, ભોસરીમાં થયો હતો. રાજલક્ષ્મીના પિતા વિશાર જારેકરે 1 લાખ રૂપિયા ખર્ચ્યા અને તેને નાનીઘરથી શેલગાંવ પોતાના ઘરે લાવવા માટે હેલિકોપ્ટર ભાડે કર્યું.

વાતચીતમાં વિશાલે જણાવ્યું કે પરિવારમાં એક પણ દીકરી નથી તેથી રાજલક્ષ્મીના સ્વાગત માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. વિશાલના શબ્દોમાં, ‘2 એપ્રિલે હું અને મારી પત્ની રાજલક્ષ્મીને ઘરે લઈ આવ્યા. લાંબા સમય બાદ અમારા ઘરે દીકરીનો જન્મ થયો છે અને આખા પરિવાર માટે ખુશીનો પ્રસંગ છે.

રાજલક્ષ્મી અને તેની માતાને આવકારવા માટે ફૂલ પણ ચઢાવવામાં આવ્યા હતા. બંને પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. આ ભવ્ય સ્વાગત જોવા માટે ઉતરાણ વિસ્તારની આસપાસ ગામના ઘણા લોકો હાજર હતા.

ભારતમાં ઘણા ગામડાઓમાં દીકરીના જન્મ પર અનોખી પ્રથાઓનું પાલન કરવામાં આવે છે. ક્યાંક વૃક્ષો વાવવામાં આવે છે તો ક્યાંક પરોપકાર કરવામાં આવે છે. ગયા વર્ષે ભોપાલમાં એક પાણીપુરી વેંચતા વ્યક્તિએ જ્યારે દીકરીનો જન્મ થયો ત્યારે બધાને મફતમાં પાણીપુરી ખવડાવી.

આવા માતા-પિતા એ તમામ લોકો માટે પ્રેરણારૂપ છે જેઓ હજુ પણ તેમની દીકરીને બોજ માને છે.