smarko

‘તાજમહેલ’ થી ‘લાલ કિલ્લા’ સુધી, જાણો ભારતના આ 8 ઐતિહાસિક સ્મારકો બનાવવામાં કેટલાં વર્ષો લાગ્યા હતા.

ખબર હટકે

ભારત તેની પ્રાચીન સંસ્કૃતિ અને વારસા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. એટલું જ નહીં, ભારત તેની પ્રાચીન વાસ્તુકલા માટે પણ ખૂબ પ્રખ્યાત છે. આ જ કારણ છે કે દર વર્ષે વિશ્વભરમાંથી લાખો પ્રવાસીઓ ભારતની મુલાકાતે આવે છે.

આજે પણ ભારતમાં સેંકડો વર્ષ જૂના ઘણા ઐતિહાસિક સ્મારકો છે જે વિદેશી પ્રવાસીઓને લલચાવવાનું કામ કરે છે. જેમાં ‘તાજમહેલ’, ‘લાલ કિલ્લો’, ‘હુમાયુનો મકબરો’, ‘આમેરનો કિલ્લો’, ‘ઝાંસીના કિલ્લા’ સહિત અનેક ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ થાય છે. યુનેસ્કોએ પણ આ સ્મારકોને વર્લ્ડ હેરિટેજ તરીકે જાહેર કર્યા છે.

ભારતના આ ઐતિહાસિક સ્મારકો વિશે આપણે બધુ જ જાણીએ છીએ, તાજમહેલ કોણે બનાવ્યો તે બધાને ખબર હશે, પરંતુ આ સ્મારકોને બનાવવામાં કેટલા વર્ષો લાગ્યા તે ભાગ્યે જ કોઈ જાણતું હશે. આજે અમે તમને દેશના આવા જ કેટલાક ઐતિહાસિક સ્મારકોના નિર્માણ કાર્ય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તેમને બનાવવામાં કેટલા વર્ષ લાગ્યા.

1- તાજમહેલ
વિશ્વની 7 અજાયબીઓમાંની એક, તાજમહેલનું નિર્માણ મુગલ બાદશાહ શાહજહાંએ તેની પત્ની મુમતાઝની યાદમાં કરાવ્યું હતું. આગ્રામાં યમુના નદીના કિનારે, આ ઐતિહાસિક સ્મારકનું નિર્માણ કાર્ય 1632માં શરૂ થયું હતું અને તે 1653માં પૂર્ણ થયું હતું. તાજમહેલને બનાવવામાં લગભગ 21 વર્ષનો સમય લાગ્યો હતો.

2- લાલ કિલ્લો
લાલ કિલ્લો એ જૂની દિલ્હી, ભારતનો એક ઐતિહાસિક કિલ્લો છે, જે મુઘલ કાળ દરમિયાન મુઘલોનું મુખ્ય રહેઠાણ હતું. મુઘલ સમ્રાટ શાહજહાંએ 12 મે 1639ના રોજ લાલ કિલ્લાનું બાંધકામ શરૂ કર્યું હતું, જ્યારે તે 6 એપ્રિલ 1648ના રોજ પૂર્ણ થયું હતું. તેને બનાવવામાં લગભગ 10 વર્ષનો સમય લાગ્યો હતો.

3- ઈન્ડિયા ગેટ
દિલ્હીમાં સ્થિત ઈન્ડિયા ગેટ ભારતના મુખ્ય ઐતિહાસિક સ્મારકોમાંનું એક છે. ઈન્ડિયા ગેટને યુદ્ધ સ્મારક તરીકે ઓળખવામાં આવે છે. તે 12 ફેબ્રુઆરી 1931ના રોજ પ્રથમ વિશ્વ યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોની યાદમાં બનાવવામાં આવ્યું હતું. તેના પર 82,000 સૈનિકોના નામ લખવામાં આવ્યા છે. તે 12 ફેબ્રુઆરી 1931ના રોજ જાહેર જનતા માટે ખોલવામાં આવ્યું હતું. ઈન્ડિયા ગેટ બનાવવામાં 10 વર્ષ લાગ્યા.

4- હુમાયુનો કિલ્લો
દિલ્હીના સૌથી સુંદર ઐતિહાસિક સ્મારકોમાંથી એક, હુમાયુનો મકબરો તેની પત્ની મહારાણી બેગા બેગમે બાંધ્યો હતો. તેનું બાંધકામ વર્ષ 1558માં શરૂ થયું હતું અને તે 1571માં પૂર્ણ થયું હતું. હુમાયુના કિલ્લાને બનાવવામાં 14 વર્ષ લાગ્યા હતા.

5- કુતુબ મિનાર
દિલ્હીમાં સ્થિત કુતબ મિનાર મુગલ કાળના મુખ્ય સ્મારકોમાંથી એક છે. તેનું નિર્માણ મુઘલ શાસક કુતુબુદ્દીન ઐબકે 1199 માં શરૂ કર્યું હતું, પરંતુ તે દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. આ પછી 1220માં તેના જમાઈ ઇલ્તુત્મિશ દ્વારા તે પૂર્ણ થયું. તેને પૂર્ણ કરવામાં લગભગ 21 વર્ષ લાગ્યાં.

6- ગેટવે ઓફ ઈન્ડિયા
ગેટવે ઓફ ઈન્ડિયા, મુંબઈના મુખ્ય ઐતિહાસિક સ્મારકોમાંનું એક, રાજા જ્યોર્જ પંચમ અને રાણી મેરીના સ્વાગત માટે બનાવવામાં આવ્યું હતું. તેનો શિલાન્યાસ 31 માર્ચ 1911ના રોજ કરવામાં આવ્યો હતો. ઈન્ડો-સારાસેનિક શૈલીમાં બનેલા આ ઐતિહાસિક સ્મારકનું નિર્માણ કાર્ય 1924માં પૂર્ણ થયું હતું. તેને બનાવવામાં 13 વર્ષ લાગ્યા હતા.

7- રાષ્ટ્રપતિ ભવન
રાષ્ટ્રપતિ ભવન એ ભારતના રાષ્ટ્રપતિનું સત્તાવાર નિવાસસ્થાન છે. દિલ્હીમાં સ્થિત ‘રાષ્ટ્રપતિ ભવન’માં કુલ 340 રૂમ છે, અંગ્રેજોના સમયમાં તેને ‘વાઈસરોય હાઉસ’ કહેવામાં આવતું હતું. તે વિશ્વના કોઈપણ રાજ્યના વડાનું સૌથી મોટું નિવાસસ્થાન છે. તે સર એડવિન લ્યુટિયન્સ દ્વારા 1912માં ડિઝાઇન અને બનાવવામાં આવ્યું હતું. તે વર્ષ 1929 માં પૂર્ણ થયું હતું. રાષ્ટ્રપતિ ભવન બનાવવામાં 17 વર્ષ લાગ્યા.

8- હવા મહેલ
પિંક સિટી જયપુરના આન બાન અને શાન હવા મહેલ જેવું બીજું કોઈ નથી. ગુલાબી અને લાલ સેંડસ્ટોનથી બનેલો આ સુંદર મહેલ વર્ષ 1799માં જયપુરના મહારાજા સવાઈ પ્રતાપ સિંહ દ્વારા બનાવવામાં આવ્યો હતો. 953 બારીઓવાળા આ અનોખા મહેલને બનાવવામાં લગભગ 10 વર્ષ લાગ્યા હતા.