avni

અવની લેખરા : પેરાલિમ્પિક્સમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા, ગોલ્ડ પછી બ્રોન્ઝ પણ જીત્યો.

ખેલ જગત

અવની લેખરાએ પેરાલિમ્પિક્સ 2020માં ઇતિહાસ રચ્યો છે. તેણીએ 50 મીટર એર રાઇફલમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો છે. આ સાથે, તે એક પેરાલિમ્પિકમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની છે.

તમને જણાવી દઈએ કે અવનીએ અગાઉ 10 મીટર એર રાઈફલમાં પણ ગોલ્ડ જીત્યો હતો. તે પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા પણ છે.

50 મીટર રાઇફલ 3 પોઝિશન SH1ની ફાઇનલમાં અવની 445.9ના સ્કોર સાથે ત્રીજા સ્થાને રહી હતી. ચીનની ઝાંગ ક્વિપિંગ 457.9 સાથે ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહી અને જર્મનીની હિલટ્રોપ નતાશા 457.1 સાથે સિલ્વર મેડલ જીતવામાં સફળ રહી.

અવનીએ અગાઉ 10 મીટર એર રાઇફલમાં સ્ટેન્ડિંગ SH1 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ફાઇનલમાં 29.6 પોઇન્ટ મેળવ્યા.

વર્ષ 2012માં અવનીને કાર અકસ્માત થયો હતો. તેને કરોડરજ્જુમાં ઈજા થઈ હતી. તે 6 મહિના સુધી પથારીમાં હતી. વર્ષ 2015માં, તેના પિતાએ તેને રમતગમત તરફ લઈ જવાનો પ્રયાસ કર્યો. અવનીએ તીરંદાજીથી શરૂઆત કરી હતી, પણ તેને તેમાં ખાસ રસ નહોતો. તે પછી તે શૂટિંગ તરફ આગળ વધી હતી.