એવું કહેવામાં આવે છે કે જોડી આકાશમાં બને છે, પરંતુ જો બોલિવૂડમાં જોવામાં આવે તો અમુક યુગલો સાત સમુદ્ર પણ પાર કરે છે. હા, બોલિવૂડમાં આવા ઘણા સ્ટાર્સ છે જેમના કપલ્સ દેશમાં નહીં પણ વિદેશમાં બનેલા હોય છે. આજના આર્ટીકલમાં, અમે આવી જ કેટલીક જોડી વિશે ચર્ચા કરીશું…
સેલિના જેટલી
બોલીવુડ અભિનેત્રી સેલિના જેટલીએ 2011માં ઓસ્ટ્રિયન હોટલ ઉદ્યોગપતિ પીટર હેગ સાથે લગ્ન કર્યા હતા. તે બંનેને બે બાળકો છે, જેનું નામ તેમણે વિંસ્ટન અને વિરાજ રાખ્યું છે. આપને જણાવી દઈએ કે સેલિના બોલિવૂડની ઘણી ફિલ્મોમાં સિલસિલા, નો એન્ટ્રી અને ગોલમાલ વગેરેમાં નજર આવી છે.
શશી કપૂર
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા શશી કપૂરે 1958માં અભિનેત્રી જેનિફર કેન્ડલ સાથે લગ્ન કર્યા. જેનિફર સાથે શશીની પહેલી મુલાકાત પૃથ્વી થિયેટરોમાં થઈ હતી. શશી અને જેનિફરને સંજના કપૂર, કરણ કપૂર અને કૃણાલ કપૂર એમ ત્રણ સંતાનો છે. તમને જણાવી દઈએ કે જેનિફરનું કેન્સર સામે લડતા 1984માં મૃત્યુ થયું હતું.
અરુણોદય સિંહ
મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના મજબૂત નેતા અર્જુન સિંહના પૌત્ર અરૂણોદય સિંહે 2016માં લી એલ્ટન સાથે લગ્ન કર્યા. લી એલ્ટન કેનેડાના છે અને ગોવામાં એક કેફે ચલાવે છે. આપને જણાવી દઈએ કે અરુણોદયની લી સાથેની પહેલી મુલાકાત સોનમ કપૂરની ફિલ્મ “આયેશા”ના સેટ પર થઈ હતી.
પ્રીતિ ઝિન્ટા
લીરિલ ગર્લ તરીકે જાણીતી પ્રીતિ ઝિંટાએ 2016માં જીન ગુડઇનફ સાથે લગ્ન કર્યા હતા. જીન ગુડઇનફ અમેરિકાના છે અને વ્યવસાયે નાણાકીય વિશ્લેષક છે. મીડિયા અહેવાલ અનુસાર જીન ગુડઇનફ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા કરતા 10 વર્ષ ઉમરમાં નાના છે.
સુચિત્રા પિલ્લઇ
બોલિવૂડ એક્ટ્રેસ સુચિત્રા પિલ્લઇએ ડેનમાર્ક સ્થિત કમ્પ્યુટર એન્જિનિયર લાર્સ કેલ્ડસન સાથે લગ્ન કર્યા છે. બંનેના લગ્ન વર્ષ 2006માં થયા હતા અને 2008માં સુચિત્રાએ અનિકા નામની પુત્રીને જન્મ આપ્યો હતો.