chahal and dhanashree

ધનશ્રીએ યુઝવેન્દ્ર ચહલ સાથે રોમેન્ટિક વીડિયો શેર કર્યો, જુઓ વિડિયો

ખબર હટકે

ટીમ ઈન્ડિયાના ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ આજકાલ તેની પત્ની અને પ્રખ્યાત યુ ટ્યુબર ધનશ્રી વર્મા સાથે દુબઇમાં છે. બંનેએ 22 ડિસેમ્બરે લગ્ન કર્યા અને તે પછી તેઓ હનીમૂન માટે દુબઇ જવા રવાના થયા. બંને સતત દુબઈથી તેમના ફોટા અને વીડિયો શેર કરી રહ્યાં છે. આ દરમિયાન યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીએ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને તેની પત્ની સાક્ષીને પણ મળ્યા હતા, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ધનશ્રીએ એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ચહલ સાથે એક શોર્ટ વિડિઓ ક્લિપ પણ શેર કર્યો છે જે ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે.

જુઓ વિડિયો

આ વીડિયો ક્લિપમાં બંને ખૂબ જ રોમેન્ટિક સ્ટાઇલમાં જોવા મળી રહ્યા છે. આ વીડિયો યુઝવેન્દ્રના ફેન પેજ પર શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર પણ વાયુવેગે વાયરલ થયો છે. તે જોતાં એવું લાગે છે કે તેઓ બંને કોઈ ડિનર ડેટ પર છે. યુઝવેન્દ્ર અને ધનશ્રીએ આ વર્ષે ઓગસ્ટમાં સગાઈ કરી અને આ સારા સમાચારને સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે શેર કર્યા. ત્યારબાદ ચહલ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 13મી સીઝનમાં ભાગ લેવા દુબઈ ગયો હતો. ધનશ્રી પણ ટૂર્નામેન્ટના અંતિમ રાઉન્ડમાં દુબઈ પહોંચી હતી. ચહલ દુબઇથી ઑસ્ટ્રેલિયા જવા રવાના થયો હતો, જ્યાં મર્યાદિત ઓવર સિરીઝમાં ભાગ લઈ તે ઘરે પરત આવ્યો હતો.

ચહલ ટેસ્ટ ટીમનો ભાગ નથી અને તેથી તે ઑસ્ટ્રેલિયા સામેની ટી -20 સિરીઝ પૂરી થયા પછી તે ઘરે પરત આવ્યો હતો. બંનેએ લગ્નના સારા સમાચાર સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કર્યા છે. ધનશ્રી યુટ્યુબરની સાથે સાથે કોરિયોગ્રાફર છે અને તેના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે.

વધું વાંચો…