Corona Vaccine

કોરોના રસી : જાણો કઈ મોબાઇલ એપથી રસીની ડીલિવરી થશે?

કોરોના ટેક્નોલૉજી

કોવિડ -19 રસી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક નવું ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવશે, જેને CO-WIN તરીકે ઓળખવામાં આવશે. સરકાર દ્વારા ઘોષણા કરવામાં આવી છે કે આ એક મોબાઈલ એપ્લિકેશન છે જેનું નામ CO-WIN હશે, જ્યાં લોકો રસી માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે.

આ એપનો ઉપયોગ રસીના ડેટા રેકોર્ડિંગ માટે કરવામાં આવશે. આ ઉપરાંત, આ એપ પર તમામ આરોગ્ય કર્મચારીનો ડેટાબેસ પણ હાજર રહેશે. હાલમાં તમામ જરૂરી ડેટા CO-WIN એપ પર અપલોડ કરવામાં આવ્યા છે, જે કોવિડ -19 રસી પહોંચાડવા માટે જરૂરી છે.

રજિસ્ટ્રેશન અને ચકાસણી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ
આ CO-WIN એપ્લિકેશનમાં એડમિનિસ્ટ્રેટર, નોંધણી, રસીકરણ માટે એક અલગ મેનૂ હશે. જ્યાં ઉપયોગકર્તાઑની સ્વીકૃતિ અને અહેવાલ હાજર રહેશે. એકવાર લોકો આ એપ્લિકેશન પર નોંધણી શરૂ કરશે, ત્યારબાદ તે પ્લેટફોર્મ પર બલ્કમાં ડેટા અપલોડ કરી શકશે, જે સ્થાનિક અધિકારીઓ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવશે.

CO-WIN મોબાઇલ એપ્લિકેશન સ્માર્ટફોન ઉપયોગકર્તાઓ માટે ઉપલબ્ધ થશે અને અપેક્ષા રાખવામાં આવે છે કે તે ટૂંક સમયમાં સામાન્ય લોકોના ઉપયોગ માટે ઉપલબ્ધ થશે. આ એપના વિવિધ મોડ્યુલોને પ્રારંભિક નોંધણીથી કોવિડ -19 ની ચકાસણી સુધીની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જરૂરી રહેશે.

રસી પહોંચાડવા માટેની વ્યવસ્થા
સરકારને આશા છે કે કોરોના રસી ટૂંક સમયમાં મળી જશે. આ માટે સરકારે રસી પહોંચાડવા માટેની વ્યવસ્થા શરૂ કરી દીધી છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારથી બ્લોક કક્ષા સુધી રસીકરણની સિસ્ટમ તૈયાર છે અને દેશના તમામ બ્લોક્સમાં રચાયેલ ટાસ્ક ફોર્સને આ બેઠક 15 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનું કહેવામાં આવ્યું છે.

આ સાથે, રસી આપવાના અગ્રતા જૂથોનું લિસ્ટ તેમજ અને કોણે તેનો ઉપયોગ કર્યો છે તે પણ તૈયાર કરવામાં આવ્યુ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, પ્રથમ તબક્કામાં, રસીના ત્રણ મિલિયન ડોઝ છેલ્લા વ્યક્તિ સુધી પહોંચાડવા માટે કોલ્ડ ચેન પ્લાન સરકાર પાસે પહેલેથી જ તૈયાર છે.

વધું વાંચો…