ફેબ્રુઆરીમાં, ભારતમાં પેટ્રોલના ભાવ ઐતિહાસિક સ્તર પર પહોંચી ગયા છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં તેની કિંમત 100 રૂપિયાથી ઉપર પહોંચી ગઈ છે. જો કે ભારતના પડોશીઓની સાથે વિશ્વના પણ ઘણા દેશો એવા છે જ્યાં પેટ્રોલની કિંમત માત્ર 2 રૂપિયા, 4 રૂપિયા અથવા 10 રૂપિયા પ્રતિ લિટર છે. ચાલો તમને જણાવીએ કે આ કયા દેશો છે.
વેનેઝુએલામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર દોઢ રૂપિયા
વિશ્વવ્યાપી દેશોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત દર્શાવતી વેબસાઇટ globalpetrolprices.com/ અનુસાર, ભારતીય ચલણ મુજબ લેટિન અમેરિકન દેશ વેનેઝુએલામાં 22 ફેબ્રુઆરીએ પેટ્રોલની કિંમત 1 રૂપિયા 45 પૈસાની આસપાસ હતી.
ઈરાનમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 4 રૂપિયા
સસ્તા પેટ્રોલ વેચવાના મામલે ઈરાન વેનેઝુએલા પછી આવે છે. ઈરાનમાં પેટ્રોલની કિંમત 4 રૂપિયા 39 પૈસા છે.
સસ્તી પેટ્રોલનું વેચાણ કરતા ટોચના દેશો
વેનેઝુએલા અને ઈરાન પછી, અંગોલા એ દેશ છે જ્યાં પેટ્રોલ 17.77 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે. તે પછી અલ્જેરિયા(રૂ. 25.032), કુવૈત(રૂ. 25.133), સુદાન(રૂ. 27.407), કઝાકિસ્તાન(29.657 રૂપિયા), કતાર(29.825 રૂપિયા), તુર્કમેનિસ્તાન(31.084 રૂપિયા), નાઇજીરીયા(31.568 રૂપિયા) છે.
ભારતના પાડોશી દેશોમાં પેટ્રોલની કિંમત નીચી
ભારતના પાડોશી દેશોમાં પણ અહીંથી ઘણું સસ્તું પેટ્રોલ વેચાય છે. આશ્ચર્યની વાત એ છે કે આ દેશોમાં નેપાળ, શ્રીલંકા, પાકિસ્તાન જેવા આર્થિક રીતે નબળા દેશોનો પણ સમાવેશ છે. ચીનમાં પેટ્રોલની કિંમત 77.022 રૂપિયા છે, પાકિસ્તાનમાં લિટર દીઠ રૂ. 51.119 વેચાઇ રહયું છે, શ્રીલંકામાં પેટ્રોલ 60.452 રૂપિયા, નેપાળમાં પ્રતિ લિટર 69.054 અને ભૂતાનમાં 49.564 રૂપિયા વેચાઇ રહ્યા છે.