ફટાફટ કામ પતાવી લેજો, જાન્યુઆરીમાં બેંકોમાં આવી રહી છે આટલી રજાઓ.

રાષ્ટ્રીય

ડિજિટલ પ્લેટફોર્મ પર બેંકની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં, તમારે ઘણી વાર ચેક ક્લિયરન્સ, લોન સંબંધિત તમામ પ્રકારની સેવાઓ અને અન્ય વિવિધ કાર્યો માટે બેંકની શાખામાં જવાનું થતું હોય છે. આવી પરિસ્થિતિમાં, તમારે જાણવું જોઈએ કે જે દિવસે તમારે તમારા બેંકિંગ કાર્ય સાથે વ્યવહાર કરવો પડે તે દિવસે બેંકોની રજા હોતી નથી.

જાન્યુઆરી 2021માં, કુલ 16 દિવસ બેંકોમાં રજા આવવાની છે. તેમાં પાંચ રવિવાર અને બીજા અને ચોથા શનિવારનો પણ સમાવેશ થાય છે. જાન્યુઆરીમાં દર રવિવાર સિવાય, બેન્કોમાં બીજા અને ચોથા શનિવારે જાહેર રજા રહેશે. આરબીઆઈએ વર્ષ 2015માં આવી જાહેરાત કરી હતી. તો ચાલો આપણે જાણીએ કે જાન્યુઆરીમાં કઈ તારીખે રજાઓ હશે.

  • 1 જાન્યુઆરી 2021: નવા વર્ષ નિમિત્તે મેઘાલય, મણિપુર, સિક્કિમ, તમિળનાડુ અને મિઝોરમમાં બેંકોની જાહેર રજા રહેશે.
  • 2 જાન્યુઆરી 2021: મિઝોરમમાં નવા વર્ષના ઉજવણી પર બેંકોની જાહેર રજા રહેશે.
  • 3 જાન્યુઆરી 2021: બેંકોને રવિવારે જાહેર રજા રહેશે.
  • 9 જાન્યુઆરી 2021: બીજા શનિવારને કારણે બેંકોમાં જાહેર રજા રહેશે.
  • 10 જાન્યુઆરી 2021: બેંકોમાં રવિવારે જાહેર રજા રહેશે.
  • 12 જાન્યુઆરી, 2021: પશ્ચિમ બંગાળમાં સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે બેંકોની જાહેર રજા રહેશે.
  • 14 જાન્યુઆરી, 2021: ગુજરાત, તમિળનાડુ, સિક્કિમ અને તેલંગાણામાં મકરસંક્રાંતિ નિમિત્તે જાહેર રજા રહેશે.
  • 15 જાન્યુઆરી 2021: તમિલનાડુ અને આસામમાં માગ બિહુના અવસરે બેંકોની જાહેર રજા રહેશે.
  • 16 જાન્યુઆરી, 2021: તમિલનાડુમાં ઉથાવર થિરુનલ નિમિત્તે બેંકોની જાહેર રજા રહેશે.
  • 17 જાન્યુઆરી, 2021: બેંકોમાં રવિવારે જાહેર રજા રહેશે.
  • 20 જાન્યુઆરી 2021: ગુરુ ગોવિંદસિંહ જયંતિ નિમિત્તે પંજાબમાં બેંકોની જાહેર રજા રહેશે.
  • 23 જાન્યુઆરી 2021: બેંકોને ચોથા શનિવારે જાહેર રજા રહેશે.
  • 24 જાન્યુઆરી 2021: રવિવારના કારણે બેંકોમાં જાહેર રજા રહેશે.
  • 25 જાન્યુઆરી, 2021: ઇમૈનુ ઇરાટપા નિમિત્તે મણિપુરમાં બેંકોની જાહેર રજા રહેશે.
  • 26 જાન્યુઆરી 2021: પ્રજાસત્તાક દિવસને લીધે, બેંકોને જાહેર રજા રહેશે.
  • 31 જાન્યુઆરી 2021: રવિવારના કારણે બેંકોમાં જાહેર રજા રહેશે
વધું વાંચો….