keno crystal

વિશ્વની એક અનોખી નદી ! તેનું પાણી 5 રંગમાં વહે છે. જાણો ક્યાં આવેલી છે.

ખબર હટકે

તમે જુદા જુદા પ્રકારના તળાવો જોયા હશે અને તેમાં બધામાં થોડો તફાવત છે જે તેમને અન્ય કરતા જુદો બનાવે છે જેમ કે કેટલાક તળાવોમાં ખૂબ મીઠું પાણી હોય છે અને કેટલાક તળાવોમાં ખૂબ જ ખારું પાણી હોય છે. વિશ્વના કેટલાક તળાવો એવા પણ છે કે જેમનું પાણી ગરમ છે અને તેમાંથી ધુમાડો નીકળી રહ્યો છે.

આજે અમે એક તળાવ વિશે રસપ્રદ માહિતી લાવ્યા છો. એકવાર તમે આ તળાવ વિશે જાણશો તો તમને ચોક્કસ આશ્ચર્ય થશે. આ નદી જોવા માટે ખૂબ જ સુંદર છે. આજદિન સુધી તમે આવી નદી ક્યારેય જોઇ નહી હોય. તેની સૌથી મોટી વિશેષ બાબત એ છે કે તેનું પાણી 5 રંગનું છે, તેથી જ આ નદી પણ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની છે.

તમે પણ ચોક્કસપણે જાણવા માંગતા હશો કે આ નદીનું નામ શું છે અને તે ક્યાં છે. ચાલો જાણીએ આ અનોખી નદી વિશે.આ અનન્ય નદી ભારતમાં નહીં પણ કોલમ્બિયાની છે અને તેનું નામ કેનો ક્રિસ્ટલ નદી છે. આ નદીનું પાણી પાંચ રંગનું છે અને તેથી જ તે પ્રખ્યાત છે.

જો કે આ નદીનું પાણી વર્ષ દરમિયાન અન્ય નદીઓ જેવું લાગે છે, પરંતુ જુલાઈથી નવેમ્બર સુધી આ નદીનું પાણી પાંચ રંગમાં બદલાઈ જાય છે આ નદી સેરેનીયા ડે લા મસેરાનામાંથી પસાર થાય છે. પાંચ રંગની આ નદી પાંચ રંગોની નદી તરીકે પણ જાણીતી છે.

આપને જણાવી દઈએ કે વરસાદની મોસમમાં આ નદીમાં ઘણા રંગબેરંગી છોડ ઉગતા હોય છે અને આ રંગીન છોડને લીધે આ નદીના પાણીનો રંગ બદલાઈ જાય છે નદીનું સ્પષ્ટ પાણી લીલો, લાલ, પીળો, કાળો અને વાદળી રંગ જેવો દ્રશ્યમાન. થાય છે.

જો તમે પણ આ નદીની સુંદરતા જોવા માંગતા હો, તો પછી વરસાદની ઋતુમાં અહીં જાવ. આ પાંચ-રંગીન નદી તમારા જીવનને રંગોથી ભીંજાવી દેશે.