app

ગૂગલ-ફેસબુકને સમાચારો માટે આ દેશમાં ચૂકવણી કરવી પડશે.જાણો ક્યાં દેશમાં?

ટેક્નોલૉજી રાષ્ટ્રીય

ઑસ્ટ્રેલિયન સરકાર બુધવારે સંસદમાં એક ઠરાવ રજૂ કરવા જઇ રહી છે, જેમાં આ કંપનીઓ ખાસ કરીને ગુગલ અને ફેસબુક પર ઇન્ટરનેટ મીડિયા પર સમાચાર મુકવા માટે આ બંને કંપનીએ ચૂકવણી કરવી પડશે.

નાણાં પ્રધાન જોશ ફ્રીડનબર્ગે કહ્યું છે કે સંસદસભ્ય સમિતિમાં તથ્યોની તપાસ કર્યા પછી સંસદમાં મત આપવા માટે ન્યૂઝ મટિરિયલનો ડ્રાફ્ટ આવતા વર્ષે સંસદમાં રજૂ કરવામાં આવશે.

તેમણે કહ્યું કે મીડિયાની દુનિયામાં આ એક મોટુ પરિવર્તન થવા જઈ રહ્યું છે અને આખી દુનિયા આપણી તરફ જોઈ રહી છે. જુલાઇમાં આ સંદર્ભે એક પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ હવે કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. ઑસ્ટ્રેલિયાના મીડિયા પ્લેટફોર્મ અને મીડિયા સંગઠનોના પ્રતિસાદ લીધા પછી આ સુધારા કરવામાં આવ્યા છે.

નાણાં પ્રધાને કહ્યું કે, હાલમાં ગૂગલનો 53 ટકા અને ફેસબુકનો 23 ટકા હિસ્સો ઓનલાઇન જાહેરાતો પર છે.

તમને જણાવી દઈએ કે ફેસબુક પહેલેથી જ ચેતવણી આપી ચુક્યું છે કે તે તેના વિષય પર ચુકવણી કરીને વધુ સારા ઑસ્ટ્રેલિયાના સમાચાર તેના પ્લેટફોર્મ પર રોકવા માંગશે. ગૂગલે કહ્યું છે કે આવી પરીસ્થિતિમાં ગૂગલ સર્ચ અને યુટ્યુબ વિના મૂલ્યે આપવું શક્ય નહીં બને.

વધું વાંચો…