Android એપ્લિકેશનને ડેટા લીક સાથે ખૂબ જ જૂનો અને ઊંડો સંબંધ છે. દરરોજ તમે ક્યાક ને ક્યાક સાંભળતા જ હશો કે આ Android એપ્લિકેશનમાં વાઇરસ હોય છે જે લોકોના ફોનમાં બેંકિંગ એપ્લિકેશનમાંથી પૈસા ચોરી લે છે. હવે સિક્યુરિટી કંપની Sophos એ 15 મોબાઈલ એપ્સનું લીસ્ટ બહાર પાડ્યું છે જે યુઝર્સના ફોનમાંથી પૈસા ચોરવામાં નિષ્ણાત છે.
આ એપ્લિકેશન વપરાશકર્તાઓની પરવાનગી વિના સબ્સ્ક્રિપ્શન સેવાઓ સક્રિય કરી દે છે, આમાંની કેટલીક એપ્લિકેશનો ગૂગલ દ્વારા તેના પ્લે સ્ટોર પરથી હટાવી લેવામાં આવી છે, પરંતુ કેટલીક એપ્લિકેશનો હજી પણ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે.
આ બધી એપ્લિકેશન્સને ફોનમાં રાખવી સારી નથી. જો આ એપ્લિકેશનો તમારા ફોનમાં પણ હાજર છે, તો તમારે તે તરત જ કાઢી નાખવી જોઈએ. ચાલો આ એપ્સના નામ જાણીએ …
એવા એપ્લિકેશનનાં નામ કે જે વપરાશકર્તાઓના ફોનમાંથી પૈસા ચોરે છે
- Compress Video
- Dynamic Wallpaper
- Gametris Wallpaper
- MojiFont
- Montage – Help you make cool videos
- My Replica 2
- Old Me-Simulate Old Face
- Photo Converter
- Prank Call
- Recover deleted photos
- Photo backup
- Search by Image
- Video Magician
- Xsleep
- Zynoa Wallpaper
આ આર્ટીકલને લગતા વધુ આર્ટીકલ વાચો…
સાવધાન : જાણો તમારા ફોનમાં વાઇરસ ક્યાથી આવે છે?
સ્માર્ટફોન ખોવાય ગ્યો છે? આ એપથી તમારા ફોનને ઇન્ટરનેટ વિના શોધી શકાશે.